WELCOME 2025 : વિશ્વભરમાં નવા વર્ષનું સ્વાગત

આજે વિશ્વભરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, સિંગાપોર સહિત વિશ્વભરના દેશોમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારત પહેલા 41 દેશોમાં નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે. ચાલો તસવીરો અને વીડિયોમાં જોઈએ કે દેશમાં ક્યાં અને કેવી રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે.

 

સિંગાપોરમાં નવું વર્ષની ઉજવણી

સિંગાપોરમાં નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. લોકો ફટાકડા ફોડીને 2025નું સ્વાગત કરી રહ્યા છે.

ચીનમાં પણ નવા વર્ષની શરૂઆત થઈ

ભારત પહેલા ચીન, હોંગકોંગ, સિંગાપોર, મલેશિયા અને ફિલિપાઈન્સમાં નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. બેઇજિંગથી કુઆલાલંપુર સુધી લાખો લોકો ભેગા થયા અને 2024ને વિદાય આપી અને 2025નું સ્વાગત કર્યું.

જાપાન અને દક્ષિણ કોરિયામાં નવા વર્ષની શરૂઆત 

અગાઉ જાપાન અને દક્ષિણ કોરિયાએ 2025નું સ્વાગત કર્યું હતું. ટોક્યોમાં ટોકુદાઈ-જી મંદિરમાં ઘંટ વગાડવાની પરંપરામાં લોકો જોડાય છે. દક્ષિણ કોરિયામાં સાદાઈથી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. 29 ડિસેમ્બરે વિમાન દુર્ઘટનામાં 179 લોકોના મોતને કારણે લોકોએ સાદગી સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી.

જકાર્તામાં નવું વર્ષની ઉજવણી

જકાર્તાના એન્કોલ બીચ પર નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી કરતી વખતે સ્થાનિક રહેવાસીઓ ફટાકડાની આતશબાજી કરી હતી.

શ્રીલંકામાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત

કોલંબોમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન બંદર પર ફટાકડા ફોડવામાં આવે છે.

ફિલિપાઈન્સમાં નવા વર્ષનું સ્વાગત

ફિલિપાઈન્સના માંડલુયોંગમાં નવા વર્ષની ઉજવણી માટે રોકવેલ સેન્ટર પર ફટાકડા ફૂટ્યા.

તાઇવાનમાં નવા વર્ષની ઉજવણી

તાઈવાનમાં તાઈપેઈ સિટી ગવર્નમેન્ટ બિલ્ડિંગની સામે 2025 તાઈપેઈ નવા વર્ષની ઉજવણી માટે લોકો ભેગા થાય છે. જેની અદભુત તસવીર સામે આવી છે.

ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષનું શાનદાર સ્વાગત

સિડનીમાં નવા વર્ષ 2025ની શરૂઆત શાનદાર આતશબાજી સાથે કરવામાં આવી હતી.

ન્યુઝીલેન્ડમાં નવા વર્ષનું સ્વાગત

ન્યુઝીલેન્ડમાં સૌથી પહેલા નવા વર્ષની શરૂઆત થઈ છે. નવા વર્ષને આવકારવા લોકોએ ઓકલેન્ડમાં ફટાકડા ફોડી સ્વાગત કર્યું હતું.