કર્ણાટકમાં ભાજપના ઘોષણાપત્રમાં નડ્ડાએ આપ્યાં અનેક વચનો
નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી 2023ને લઈને ભાજપે ઘોષણાપત્ર જાહેર કર્યું છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ વિઝન ડોક્યુમેન્ટ જારી કર્યું છે. ભાજપે આ ઘોષણાપત્રને પ્રજા ધ્વનિ નામ આપ્યું છે, જેમાં અનેક પ્રકારનાં વચન આપ્યાં છે. ભાજપના પ્રમુખ બેંગલુરુમાં મુખ્ય મંત્રી બસવરાજ બોમ્મઈ અને પાર્ટીના યેદિયુરપ્પાની ઉપસ્થિતિમાં ઘોષણાપત્ર જારી કર્યું છે.
ભાજપના ઘોષણાપત્રમાંની મુખ્ય વાત
રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવાશે
રાજ્યનાં 10 લાખ બેઘર લોકોને મકાન આપવામાં આવશે.
મહિલા એસસી, સટી ઘરો માટે પાંચ વર્ષની રૂ. 10,000 FD કરાવવામાં આવશે
સરકારી સ્કૂલોને વિશ્વ સ્તરીય માપદંડો અનુસાર અપગ્રેડ કરવામાં આવશે.
સિનિયર સિટિઝન માટે પ્રતિ વર્ષ હેલ્થ ચેકઅપની સુવિધા મફત આપવામાં આવશે.
કલ્યાણ સરકિટ, બનવાસી સરકિટ, પરશુરામ સરકિટ, કાવેરી સરકિટ અને ગંગાપુરા સરકિટના વિકાસ માટે રૂ. 1500 કરોડ આપવામાં આવશે.
શહેરી દરીબો માટે રૂ. પાંચ લાખનું ઘર આપવાનું વચન
મફત ભોજન માટે અટલ આહાર કેન્દ્ર ખોલવામાં આવશે
વોક્કાલિંગા અને લિંગાયત માટે આરક્ષણ- બે-બે ટકા વધારવામાં આવશે
PFI અને જેહાદી સંગઠનો પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
રાજ્યમાં NRC લાગુ થશે અને ગેરકાયદે શરણાર્થીઓને ડિપોર્ટ કરવામાં આવશે.
તિરુપતિ, અયોધ્યા, કાશી, રામેશ્વરમ, કોલ્હાપુર, શબરીમાલા અને કેદારનાથ જવા માટે ગરીબ પરિવારોને રૂ. 25,000ની મદદ
મંદિરોના વહીવટ માટે સ્વાયત્ત સમિતિ બનાવવામાં આવશે.
કૃષિ પર સૌથી વધુ ભાર આપવામાં આવશે.
ખેડૂત વીમા, વીજ ખરીદવા માટે રૂ. 10,000ની મદદ
નડ્ડાએ કહ્યું હતું કે અમારા ઘોષણાપત્ર કોંગ્રેસથી અલગ છે. તેમણે કહ્યું હતું કે રાજ્યના યુવાઓ, ખેડૂતો, મહિલાઓ, મજૂરો, મધ્યમ વર્ગ- બધા વર્ગોની અપેક્ષોને પૂરી કરવામાં આવશે.