મુંબઈ: ગુજરાતી ભાષામાં હાસ્ય સાહિત્ય સારા એવા પ્રમાણમાં ખેડાયું છે. દાયકાઓ અગાઉ સર્જન કરી ગયેલા હાસ્યલેખકો હજી ગુજરાતી વાચકના હૃદયમાં બિરાજમાન છે. ગુજરાતીના ટોચના પાંચ હાસ્યલેખકોમાં જેમને ગણવા જ પડે એવા ત્રણ લેખકનાં સર્જન વિશે ,જે સારા ભાવક છે એવાં, ત્રણ વક્તાઓ વાત કરે એવું આયોજન 4 જાન્યુઆરી શનિવારે ‘ઝરૂખો ‘માં કરવામાં આવ્યું છે.
મુંબઈમાં અવાર નવાર સાહિત્યિક કાર્યક્રમો થતાં રહે છે. બોરીવલી ખાતે ‘ઝરૂખો’ નામે કાર્યક્રમનું આયોજન થતું હોય છે. આ વખતે 4 જાન્યુઆરીના રોજ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ સાહિત્યિક સાંજમાં જ્યોતીન્દ્ર દવેના સાહિત્ય વિશે દેવાંગ શાહ, વિનોદ ભટ્ટના સર્જન વિશે મિતા દીક્ષિત અને બકુલ ત્રિપાઠીના સર્જન વિશે દેવલ જ્ઞાની વાત કરશે. કેટલાક હાસ્ય નિબંધોમાંથી વાચિકમ પણ થશે.
આ કાર્યક્રમ માટે વાર્તાકાર મીનાક્ષી દીક્ષિતના પરિવારનો સહયોગ મળ્યો છે. સંજય પંડ્યાના સંચાલનમાં ‘ હાસ્યનાં હળવાં હલેસાં ‘ કાર્યક્રમ સાઈબાબા મંદિર,બીજે માળે, સાઈબાબા નગર ,બોરીવલી વેસ્ટ ખાતે યોજાશે. કલાપ્રેમીઓ અને સાહિત્યરસિકોને કાર્યક્રમમાં સામેલ થવા માટે જાહેર આમંત્રણ છે. બેઠક વ્યવસ્થા વહેલો તે પહેલોના ધોરણે રહેશે