નમસ્તે ટ્રમ્પ: વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમની તસવીરી ઝલક
અમદાવાદ- અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીને આવકારવા અમદાવાદની કાયાપલટ થઇ રહી છે. 24મી તારીખે ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી મોટેરા સ્ટેડિયમનું ઉદ્ધાટન કરવાનાં છે. મનપા દ્વારા મોટેરા સ્ટેડિયમને બીયુ પરમિશન આપવામાં આવી છે. મોટેરા સ્ટેડિયમને વિશ્વની અગ્રણી કંપનીએ ડિઝાઇન કર્યું છે. BCCI એ તેમના ટ્વિટર હેન્ડલ પરથી મોટેરા સ્ટેડિયમની ડ્રોનની તસવીરો શેર કરી હતી.
આ સ્ટેડિયમ ફક્ત ક્રિકેટ જગતમાં જ અમદાવાદને ટોચ પર નહીં લઈ જાય પરંતુ વિશાળ સ્ટેડિયમના કારણે ફૂટબોલ, હોકી, બાસ્કેટબોલ, કબડ્ડી, બોક્સિંગ, એથલેટિક ટ્રેક, સ્ક્વોશ, બેડમિંટન જેવી રમતોને પણ પ્રોત્સાહન મળશે. 1,10,000ની સીટિંગ કેપેસિટી સાથે 4 વર્લ્ડક્લાસ ડ્રેસિંગ રુમ આ સ્ટેડિયમની અનેક ખાસિયતોમાંથી એક છે.
વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં જ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્નિ મેલાનિયા માટે ફાઇવ સ્ટાર હોટલના સ્યુટને ટક્કર મારે તેવો આલિશાન ગ્રીન રૂમ બનાવવામાં આવી રહ્યો છે. રોડ શો બાદ મોટેરા સ્ટેડિયમ પહોંચી ડોનાલ્ડ ટ્રમ્પ-મેલાનિયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીક મિનિટો માટે આરામ કરી શકે અને રિફ્રેશ થાય તે માટે સ્ટેડિયમના કલબ હાઉસમાં ખાસ સુવિધા ઉભી કરાઇ છે.
મોટેરા સ્ટેડિયમનું 64 એકરમાં બાંધકામ કરવમાં આવ્યું છે.
સ્ટેડિયમમાં વરસાદી પાણીનો ઉપયોગ થઇ શકે તે માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.
125 જેટલા હાઈડ્રેડ પોઇન્ટ મુકવામાં આવ્યા છે.
આ સ્ટેડિયમમાં એક સાથે 1 લાખ 10 હજાર લોકો બેસીને ક્રિકેટની મજા લઇ શકે છે.
આ સ્ટેડિયમનું ઉદઘાટન થયા બાદ ક્રિકેટ જગતને અમદાવાદ તરફથી એક નવો નજારો મળશે.
આ સ્ટેડિયમ મોટેરા વિસ્તારમાં છે, જેનું નામ સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ રાખવામાં આવ્યુ છે.
આ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડથી પણ મોટું હશે.
ટ્રમ્પની મુલાકાતને પગલે અમેરિકન સુરક્ષા એજન્સીઓના શહેરમાં ધામા.
રોડ શોના રૂટથી માંડીને સ્ટેડિયમના ખૂણે ખૂણાની ચકાસણી કરીને સુરક્ષાની સમિક્ષા કરવામાં આવી.
મોટેરા સ્ટેડિયમ અને ગાંધીઆશ્રમની આસપાસનો વિસ્તાર અભેદ કિલ્લામાં ફેરવાયો.
સ્પાય કેમેરાથી માંડીને ફાયર સિસ્ટમ,મરિન કમાન્ડોને લગતી સુરક્ષાની સામગ્રી લઇને યુએસ એરફોર્સનું હરક્યુલસ વિમાન અમદાવાદ આવી પહોચ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તેમની પત્નિ મેલાનિયા પણ અમદાવાદ આવી રહ્યાં છે.માત્ર સાડા ત્રણ કલાક સુધી જ તેઓ અમદાવાદમાં રોકાનાર છે.