અમદાવાદઃ કોરોના સામે વિશ્વ આખુ ઝઝુમી રહ્યું છે. ભારતમાં પણ 3 મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ભારતના કેટલાય રાજ્યોના હોટસ્પોટ વિસ્તારોમાં ત્યાંની સરકાર દ્વારા કર્ફ્યુની જાહેરત કરવામાં આવી છે.
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ સહિત અન્ય કેટલાક શહેરોના હોટસ્પોટ વિસ્તારમાં કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સ્થિતિને લઈને અનેક પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.