અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા લોકાડાઉન-4ની ગાઈડલાઈન નક્કી કરવામાં આવ્યા બાદ આજે મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાત માટે લોકડાઉનમાં વિવિધ પ્રકારની છૂટછાટો અંગે જાહેરાત કરી છે. જેમાં કન્ટેઇન્મેન્ટ ઝોનને બાદ કરતા સમગ્ર રાજ્યમાં ઘણી છૂટછાટો આપવામાં આવી છે. જેમાં ઓટો રીક્ષા, બસ સેવા, ઓફિસો, અન્ય દુકાનો, પાનના ગલ્લા સહિતની છૂટછાટની જાહેરાતો કરવામાં આવી છે. અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં દુકાનો, ઓફિસો ખુલી શકાશે, પરંતુ પૂર્વ વિસ્તારમાં પ્રથમ તબક્કામાં છૂટછાટ આપવામાં આવી નથી. જોકે ટેક્સી સેવા શરૂ કરી શકાશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું છે.
કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક વસ્તુઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. લોકડાઉનમાં જે પ્રકારે વ્યવસ્થા હતી તે યથાવત રહેશે.
સમગ્ર ગુજરાતમાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં સવારે 8થી 12 વાગ્યા સુધી જરૂરી વસ્તુઓના વેચાણની છૂટ રહેશે.
કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના ઝોનમાં સવારે 8થી રાત્રે 7 વાગ્યા સુધી તમામ દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવશે
સાંજના 7થી સવારના રાત્રે 7 વાગ્યા સુધી કડક કર્ફ્યુનો અમલ કરવામાં આવશે