ચારના હાલામાં સોય ગોતવી

ચારના હાલામાં સોય ગોતવી

ઘાસ અથવા લણી લીધા બાદ બાકી રહેતો અનાજના છોડનો ભાગ ભેગો કરી જે ભારી બંધાય તેને પૂળો કહે છે. આવા અનેક પૂળા એક ઉપર એક ગોઠવીને જે થપ્પો બને તેને આ હાલો કહેવાય છે. આવા મોટા ઢગલામાં એક નાની સોય પડી જાય તો એને શોધવાનું કામ લગભગ અશક્ય છે.

આ પ્રકારની કહેવત જ્યારે કોઈ અશક્ય માહિતી અથવા વસ્તુ શોધવાની હોય ત્યારે વપરાય છે.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)