છોકરાંવ શકન બોલજો કે ડોહાને બાર કાઢ્યા છે

 

છોકરાંવ શકન બોલજો કે ડોહાને બાર કાઢ્યા છે…

 

કોઈક શુકનવંતી પળે અથવા શુભ પ્રસંગે થવા ધારેલા ઉચ્ચારણ અથવા ઉલ્લેખોને બદલે વિપરીત અર્થ કે અપશુકન થાય તેવાં ઉચ્ચારણો અનાયાસે બોલાઇ જાય ત્યારે આ કહેવત વપરાય છે.

અહીંયા પ્રસંગ સારો હશે. સારા પ્રસંગની માંડણી કે શુભ શરૂઆત કરવાની હશે. હાજર બધાં બાળકોને આ શુભ શરૂઆત કરાવવા માટે કંઇક “જય ગણેશ” અથવા કોઈ અન્ય ભગવાનની જય એવું કંઇક બોલાવાનું અપેક્ષિત હોય તેના બદલે ભળતી જ વાત “ડોહાને બહાર કાઢ્યા છે” આમ તો આનો અર્થ કોઇ વૃધ્ધ વ્યક્તિ ગુજારી જાય ત્યારે એની સ્મશાન યાત્રા કાઢે એવો થાય. વિવાહની વરસી તે આનુ નામ.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)