ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે, જ્યાં તે યજમાન ટીમ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં વ્યસ્ત છે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ પર્થમાં રમાઈ હતી, જે ભારતે 295 રને જીતી હતી. ત્યારબાદ એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટે જીત મેળવી હતી. આ પછી ગાબા ટેસ્ટ ડ્રો રહી. 5 મેચની સિરીઝ હાલમાં 1-1 થી બરાબર છે. હવે ચોથી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાશે.
💬💬 R Ashwin played with me like an on-field mentor#TeamIndia all-rounder Ravindra Jadeja reminisces about his partnership with R Ashwin. 👌👌#ThankyouAshwin | #AUSvIND | @imjadeja pic.twitter.com/3QGQFYztmB
— BCCI (@BCCI) December 21, 2024
જાડેજાની પ્રેસ કોન્ફરન્સમાં હંગામો
ભારતીય ટીમે મેલબોર્ન ટેસ્ટ માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. 21મી ડિસેમ્બરના રોજ, ભારતીય ટીમનું એમસીજી ખાતે પ્રથમ પ્રેક્ટિસ સેશન હતું. રવિન્દ્ર જાડેજાએ પ્રેક્ટિસ સેશન દરમિયાન મીડિયાને સંબોધન કર્યું હતું. પ્રેસ કોન્ફરન્સ (PC) દરમિયાન જાડેજાએ હિન્દીમાં જ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. પીસીના અંતે, ઓસ્ટ્રેલિયન પત્રકારો જાડેજાને અંગ્રેજીમાં પ્રશ્નો પૂછવા માંગતા હતા, જો કે જાડેજાએ પીસીને બસ પકડવાની છે તેમ કહીને જવાનું નક્કી કર્યું.
સમયના અભાવે કેટલાક ભારતીય પત્રકારો પણ પ્રશ્નો પૂછી શક્યા ન હતા. જો કે, ઓસ્ટ્રેલિયન મીડિયા જાડેજાથી એકદમ નારાજ દેખાઈ રહ્યું હતું. ભારતીય ટીમના મીડિયા મેનેજર મૌલિન પરીખે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે આ પીસી માત્ર ભારતીય મીડિયા માટે છે, પરંતુ ઓસ્ટ્રેલિયન મીડિયા આ વાત પચાવી શક્યું નથી.
ઓસ્ટ્રેલિયાના કેટલાક રિપોર્ટર્સ ટીમ ઈન્ડિયાના મીડિયા મેનેજર મૌલિન પરીખ પર ગુસ્સે થતા જોવા મળ્યા હતા. ઓસ્ટ્રેલિયાના પત્રકારોએ પણ ભારતીય ટીમના મીડિયા મેનેજર સાથે ગેરવર્તણૂક કરી હતી જે અયોગ્ય હતી. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પણ ઘણા ભારતીય પત્રકારોને સમયના અભાવે પ્રશ્નો પૂછવાનો મોકો મળતો નથી. પરંતુ ભારતીય પત્રકારોએ ક્યારેય દલીલ કરી નથી કે ગેરવર્તન કર્યું નથી.