આનો ઉકેલ એ છે કે, આ જંગલોમાં દીપડાના શિકાર માટે જંગલ ફાઉલ (જંગલી કુકડા), ચિંકારા, ચૌશીંગા તથા ચિત્તલ (સ્પોટેડ ડિઅર) તથા અન્ય તૃણાહારીઓની વસ્તી વધારવી. વન વિભાગના સહયોગ થી સુરત નેચર ક્લબ દ્વારા ચિત્તલનું બ્રિડીંગ સેન્ટર હાલ ચાલે છે અને સરાહનિય રીતે કેટલાંક ચિત્તલને ફરી સફળતા થી જંગલમાં પરત છોડવામાં આવ્યા છે.
જો સૌ સાથે મળીને આ જંગલોમાં ઘટેલી તૃણાહારીઓની વસ્તી વધારવા પ્રયત્ન કરીએ તો સમય જતાં દીપડા અને માનવો વચ્ચેના ઘર્ષણમાં ચોક્કસ ઘટાડો થઈ શકે તેમ છે.