ઈન્ડિયા આઈએનએક્સ પર લિસ્ટેડ બોન્ડ્સની કુલ રકમ 21.1 અબજ ડોલર યુએસ ડોલરની થઈ
મુંબઈ તા.17ઃ ભારતીય રેલવે મંત્રાલયની એકમાત્ર ધિરાણ સંસ્થા ઈન્ડિયન રેલવે ફાઈનાન્સિંગ કોર્પોરેશન(આઈઆરએફસી)એ , વૈશ્વિક રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કરવા માટે ઈન્ડિયા આઈએનએક્સના 2 અબજ ડોલર યુએસ ગ્લોબલ સિક્યોરિટીઝ માર્કેટ (જીએસએમ) પર ગ્લોબલ મીડિયમ ટર્મ નોટ પ્રોગ્રામ હેઠળ બે તબક્કામાં 1 અબજ ડોલર એકત્ર કર્યા છે. આ બોન્ડ્સને ઈન્ડિયા આઈએનએક્સના ગ્લોબલ સિક્યોરિટીઝ માર્કેટ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવ્યાં છે.
આઈઆરએફસીએ ભૂતકાળમાં ઈન્ડિયા આઈએનએક્સ પર તેના પ્રથમ ગ્રીન બોન્ડ ઇશ્યુને લિસ્ટ કર્યો છે. ભૂતપૂર્વ રેલવે અને કોલસા પ્રધાન શ્રી પીયૂષ ગોયલે જાન્યુઆરી 2018માં ગ્લોબલ સિક્યોરિટીઝ માર્કેટ પ્લેટફોર્મનો પ્રારંભ કર્યો હતો.