“ધોલ” એ નાના સમુહમાં રહે જેને પેક કે કલાન તરીકે ઓળખવામાં આવે છે. જેમાં 5થી 10 કે વધુ ધોલ સમુહમાં રહે. સમુહમાં રહેતા ધોલ સાથે મળીને શિકાર કરે અને બચ્ચાઓની સાર સંભાળ પણ લે. દરેક પેક કે કલાનમાં એક એક મુખ્ય નર (Alpha Male) અને મુખ્ય માદા (Alpha Female) હોય છે. ધોલ પોતાના વ્હીસલ જેવા અવાજ થી એક બીજાને સંદેશાની આપ-લે કરે છે. જેના કારણે તે Whistling Dogs તરીકે પણ ઓળખાય છે.
ધોલના પેક અને વાઘ કે દિપડા સામાન્ય સંજોગોમાં શિકાર કે અન્ય રીતે એક બીજાથી દુર રહે છે, પણ કયારેક સામનો થાય તો વાઘને આ ધોલનું પેક રંજાડે પણ છે અને દિપડાને તો ધોલનું પેક ઘેરી લે તો ઝાડ પર ચડી જવું પડે છે. આવા અનેક પ્રસંગો સફારીમાં કે વાઈલ્ડ લાઈફ ડોક્યુમેન્ટ્રીમાં જોવા મળ્યા છે.
ધોલ પોતાના લાલાશ પડતા કથ્થઈ રંગ અને કાળી પુંછડીને કારણે બીજા શ્વાન કુળના પ્રાણીઓ થી થોડું અલગ જ દેખાય છે. સામાન્ય રીતે ધોલ ભારતમાં ઈસ્ટર્ન અને વેસ્ટર્ન ઘાટ, મધ્યભારત તથા દક્ષિણ ભારત અને ઉત્તર પૂર્વ ભારતના જંગલોમાં જોવા મળે છે.
ધોલની આ તસવીર તાડોબા અંધારી ટાઈગર રીઝર્વની છે.