નવી દિલ્હીઃ વર્ષ 2024ના માર્ચથી મે દરમ્યાન દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી વધુ ગરમી રહેવાની સંભાવના છે. આ સમયગાળામાં મોટા ભાગનો સમય અલ નિનોની સ્થિતિ બની રહેવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. એનાથી લૂની સ્થિતિ પણ રહે એવી શક્યતા છે. જોકે આ વર્ષ સારા ચોમાસાના સંકેત પણ છે.
વૈજ્ઞાનિકોનો એ પણ અંદાજ છે કે બંગાળની ખાડી, દક્ષિણ ચીન સાગર, ભારત, ફિલિપિન્સ અને કેરિબિયનની પાસે તટીય વિસ્તારોમાં જૂન સુધી અસાધારણ ગરમીનો અનુભવ થશે, એ પછી અલ નિનોનો પ્રભાવ ઓછો થવાની સંભાવના છે.દેશના ઉત્તર-પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં અને દિલ્હીમાં તાપમાન દિવસના વધુ રહેશે. માર્ચના પહેલા દિવસોમાં રાત્રિનું તાપમાન ઓછું રહેશે, એવું નવા પશ્ચિમી વિક્ષોભના સક્રિય થવાને કારણે પહાડી વિસ્તારોમાં સ્નો ફોલને કારણે થશે.
ग्रीष्म ऋतु (मार्च से मई) के दौरान ऋतुनिष्ठ तापमान और मार्च 2024 के दौरान मासिक वर्षा और तापमान के लिए आउटलुक#Weatherupdate #Rainfall #Temperature #HotWeather@moesgoi@DDNewslive@ndmaindia@airnewsalerts pic.twitter.com/lvuvVErWzt
— India Meteorological Department (@Indiametdept) March 1, 2024
ફેબ્રુઆરીમાં દેશમાં સરેરાશ લઘુતમ તાપમાન 14.61 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું, જે 1901 પછી આ મહિને નોંધવામાં આવેલું બીજું સૌથી વધુ તાપમાન છે.