ઓડિશાના કાલુંગા રેલ્વે ફાટક પર ભયાનક ટ્રેન અકસ્માત

કાલુંગા રેલ્વે ફાટક પાસે એક ભયાનક ટ્રેન અકસ્માતમાં પાંચ લોકોના કરૂણ મોત થયા છે. ત્રણ બાઇક સવારો ફાટક ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન ટ્રેનની અડફેટે આવતા તમામનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે ગેટ બંધ હતો, પરંતુ બાઇક સવારો ઉતાવળમાં ગેટની નીચેથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે તેજ ગતિએ આવતી એક ટ્રેને તેમને ટક્કર મારી હતી.

આ ઘટના એટલી ભયાનક હતી કે પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. દુર્ઘટના બાદ રેલવે પ્રશાસને રૂરકેલા અને રાજગંગપુર સ્ટેશનો પર ટ્રેનોને રોકી દીધી છે. હાલમાં રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે અને રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. પોલીસ અને રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ દર્દનાક બનાવથી વિસ્તારમાં શોક અને ભયનો માહોલ સર્જાયો છે. વહીવટીતંત્રે લોકોને રેલવે ક્રોસિંગ ક્રોસ કરતી વખતે સાવચેત રહેવાની અપીલ કરી છે.