આજકલ મહિલાઓ પોતાની હેલ્થ અને ફિટનેસને લઇને જાગૃત છે. જો તમે તમારી ફિટનેસન અને હેલ્થને વધારે સારી બનાવવા માંગતા હોય તો આ એક પ્રાણાયામને તમારા રોજિંદા જીવનમાં સ્થાન આપો. જેનુ નામ છે અનુલોમ-વિલોમ. આ પ્રાણાયામ મહિલાઓ માટે ખૂબજ ફાયદાકારક છે. આ યોગાસન રોજ 10 મિનિટ કરવાથી તમારો આરોગ્ય સુઘરે છે. આ પ્રાણાયામની રીત પણ ખૂબજ સરળ છે અને આ પ્રાણાયામ દરેક ઉમરના વ્યકિત સરળતાથી કરી શકે છે.
અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરવાની રીત…
|
અનુલોમ-વિલોમ કરવાથી થતા લાભ
- આ પ્રાણાયામ નિયમિત કરવાથી તણાવ ઘટે છે.
- શરીરમાં તંદુરસ્તી અનુભાવાય છે.
- આ આસનથી બ્લડ સકર્યુલેશન નોર્મલ રહે છે.
- અનિદ્રાની સમસ્યા દુર થાય છે.
- હ્રદય તંદુરસ્ત રહે છે.
- આ પ્રાણાયામ દરરોજ કરવાથી ઇમ્યુનિટી વધે છે.
- અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરવાથી વજન પણ સંતુલિત રહે છે.
અનુલોમ-વિલોમ કરતી વખતે રાખો આટલી તકેદારી…
- આ પ્રાણાયામ ખૂબજ ઉતાવળે કરવાથી સાવધાન રહેવું જોઇએ.
- આ પ્રાણાયામને ખુ્લ્લા સ્થળે કરવું જેથી શક્ય તેટલું વધારે ઓક્સિજન મળી શકે.
- પ્રાણાયામ કરતી વખતે શરીર અને મગજને એકદમ રિલેક્સ રાવખું.
(પત્રકારત્વમાં માસ્ટર્સ કર્યા પછી હાલ યોગા ઈન્સ્ટ્રક્ટર તરીકે કાર્યરત અમદાવાદસ્થિત નેહા સેન યોગના વિષયને લઇને લોકોમાં જાગૃતિ કેળવવાનું કામ કરે છે. ખાસ કરીને મહિલાઓમાં આ વિષયે જાગૃતિ લાવવા એમણે ગુજરાત યુનિવર્સિટીમાં યોગના ઘણા સેશન્સ લીધા છે.)