ભારતે ગરીબી નિવારણમાં સારી એવી સફળતા મેળવી છે. વર્લ્ડ પૉવર્ટીક્લૉક ડેટા મુજબ, ભારતમાં અત્યંત ગરીબાઈ બહુ ઝડપથી ઘટી રહી છે. પરંતુ હજુ કુપોષણ બાબતે ભારતે જોઈએ તેવી સફળતા મેળવી નથી. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ૬૭ ટકા અતિ ગરીબને સસ્તા ભાવે અનાજ આપવા, સરકારી શાળાઓમાં ૧૦ કરોડ વિદ્યાર્થીઓને મધ્યાહ્ન ભોજન આપવું અને આઈસીડીએસ નેટવર્ક દ્વારા પૂરક પોષણનો કાર્યક્રમ ચલાવવો સહિતના સરકારી પગલાં છતાં દેશ વિશ્વમાં સૌથી વધુ કુપોષિત બાળકોનું ઘર છે.
વર્ષ ૨૦૦૫-૦૬ અને વર્ષ ૨૦૧૫-૧૬ના દાયકા દરમિયાન વર્ષે ૦.૯ ટકાના દરે કુપોષણ ઘટ્યું. બાળકોમાં એનેમિયાઘટ્યું છે તેમ છતાં દેશમાં દર બીજા બાળકને તે અસર કરે છે. ૧૫થી ૪૯ વર્ષની સ્ત્રીઓમાં એનેમિયામાં બહુ ખાસ ઘટાડો નથી. ૬૦ ટકા મહિલાઓને તે અસર કરે છે. આ સ્થિતિ તાત્કાલિક ઉકેલની માગણી કરે છે.
ગરીબી, લૈંગિક અસમાનતા, કથળેલી સ્વચ્છતા, કથળેલી આરોગ્ય અને પોષણની સેવાનું આવરણ તથા ખરાબ પોષણક્ષમ આહાર- ખાસ કરીને આયર્નની ઉણપવાળો આહાર આ બધાંના કારણે આપણી એનેમિયા સામેની લડાઈ નબળી પડે છે. લીલાંપાંદડાંવાળાંશાકભાજીઓ જેમાં લોહતત્ત્વ ભરપૂર હોય છે તેનો રોજિંદો વપરાશ છેલ્લા દાયકામાં ૬૪ ટકાથી ઘટીને ૪૮ ટકાએ પહોંચી ગયો છે. ઘણા એવી દલીલ કરે છે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદે ઘઉં અને ચોખા પર જે ધ્યાન કેન્દ્રિત કર્યું તેના કારણે બાજરો જે લોહતત્ત્વ અને ખનીજ તત્ત્વનો પરંપરાગત સ્રોત હતો તેનાથી ગરીબો વંચિત રહી ગયા. આઈડીએને પહોંચી વળવા સરકારના આયર્નપૂરવઠા કાર્યક્રમથી માત્ર ૩૦ ટકા ગર્ભવતી મહિલાઓ જ આયર્ન અને ફૉલિક એસિડ ટેબલેટ લે છે. આનાથી આપણને એ વિચારવા ફરજ પડે છે કે આયર્ન અને
વિટામીન જેવાં સૂક્ષ્મ અને જરૂરી પોષક તત્ત્વો સાથેનો ખોરાક પૂરો પાડવાની સાદી અને અસરકારક રણનીતિ કઈ હોઈ શકે?
ખાદ્ય સુરક્ષા એ અસરકારક, પોસાય તેવી અને ટકાઉ રણનીતિ અનેક દેશોમાં પૂરવાર થઈ ચૂકી છે. ૧૯૬૨માં આયોડાઇઝ્ડ મીઠું ફરજિયાત કરાયું તે રીતે આ રણનીતિ સફળ સાબિત થઈ હતી. કુપોષણને હલ કરવા અનેક કાર્યક્રમો તો છે ત્યારે સુરક્ષિત ભોજનનો આ સાદો વિચાર વસતિના દરેક ઘટક સુધી પહોંચવાની સંભાવના ધરાવે છે.
નીતિનાઘડવૈયાઓએ તાજેતરમાં દેશમાં કુપોષણનીસમસ્યાને પહોંચવા આ બાબતે વિચારવાનું શરૂ કર્યું છે. ખાદ્ય સુરક્ષા અંગે એફએસએસએઆઈએ સઘન નિયંત્રણો અને ધોરણોઘડ્યાં છે. મહિલા અને બાળ વિકાસ તેમજ માનવ સંસાધન વિકાસ મંત્રાલયોએરાજ્યોને સુરક્ષિત ઘઉંનો લોટ અને ખાદ્ય તેલ ફરજિયાત વાપરવા માટેની સલાહ આપી છે. જોકે આ પ્રકારની વાત ભારતમાં નવી છે તેથી અમલ ધીમો છે.
ભારતની ૬૫ ટકા વસતિ માટે ચોખા મુખ્ય ખોરાક છે અને આ વસતિ અતિ કુપોષિતરાજ્યોમાં આવેલી છે. સસ્તી અનાજની દુકાનો દ્વારા સુરક્ષિત ચોખા પૂરા પાડવા એ એનેમિયાનીસમસ્યાનેઉકેલવાનોસસ્તો ઉપાય હોઈ શકે છે. ઓડિશાના ગજપતિ જિલ્લામાં મધ્યાહ્ન ભોજન યોજનામાં સુરક્ષિત ચોખાનો પ્રયોગ થયો હતો. તેમાં જાણવા મળ્યું કે વર્ષ ૨૦૧૨થી ૨૦૧૫ દરમિયાન એનેમિયાનું પ્રમાણ ૨૦ ટકા ઘટ્યું છે. તેમાંથી છ ટકા તો સીધું આ સુરક્ષિત ખાદ્યને જ આભારી છે.
નીતિ આયોગની સહાયવાળા ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે તાજેતરમાં કેન્દ્ર પ્રાયોજિત યોજના જાહેર કરી હતી જે સસ્તા અનાજવાળી દુકાન દ્વારા સુરક્ષિત ચોખા પર હતી. કાર્યક્રમ હેઠળ ૧૫ જિલ્લા શરૂઆતમાં આવરીલેવાના હતા. બજેટ પણ રૂ. ૧૪૭ કરોડ હતું. આમ છતાં એનેમિયા સામેની લડાઈ માટે હજુ પણ વધુ કરવાની રહે છે તેમ લાગે છે.
આ રીતે જો સુરક્ષિત ખાદ્ય યોજનાબદ્ધ રીતે આપવામાં આવે તો ભારત આવનારાં વર્ષોમાં નિશ્ચિત રીતે કુપોષણની સમસ્યાથી મુક્ત થઈ શકે છે. જોકે સામા પક્ષે એ વાત એ પણ છે કે તંત્ર અને લોકો બંનેએ પરસ્પર સહયોગ કરવાની જરૂર છે. તાજેતરમાં ચૂંટણી ગઈ પરંતુ આ મુદ્દે કયા પક્ષે વાત કરી? તમને યાદ છે?