ત્વચાનું કેન્સર દુનિયામાં કેન્સરના સૌથી સામાન્ય પ્રકારોમાંનું એક છે. મહિલાઓની સરખામણીમાં ભારતીય પુરુષોમાં આ કેન્સરના કિસ્સાઓ લગભગ ૭૦ ટકા વધુ છે. જ્યારે અપ્રાકૃતિક ત્વચાના કોષોની વૃદ્ધિ અનિયંત્રિત રીતે થવા લાગે છે ત્યારે આવું થાય છે. તેના પાછળ જનીનિક પરિબળોથી લઈને સૂરજનાં હાનિકારક પારજાંબલી કિરણોના સંપર્કમાં આવવા સુધી કોઈ પણ કારણ હોઈ શકે છે.ત્વચાનું કેન્સરનું સૌથી ઘાતક રૂપમાંનું એક છે મેલેનોમા. તે મેલેનોસાઇટ્સ કે ત્વચામાં હાજર વર્ણક કોષોમાં વિકસિત થાય છે. શરીરના અન્ય હિસ્સાઓમાં ફેલવાની પ્રવૃત્તિના કારણે ત્વચા રોગ કેન્સરના અન્ય રૂપોથી અધિક ગંભીર હોઈ શકે છે અને ગંભીર બીમારી અને મૃત્યુનું કારણ બની શકે છે.
મેલેનોમાના સંકેતોને પકડવા માટે એબીસીડીઇ નિયમનો ઉપયોગ કરાય છે. તેમાં એસિમેટ્રી અથવા વિષમતા હોય છે. તલ કે જન્મજાત ચિહ્નના એક હિસ્સાનું બીજા સાથે મેળ ન ખાવું. બી એટલે બૉર્ડર અથવા સીમા. અનિયમિત કિનારા. સી એટલે કલર-રંગ. પૂરી ત્વચાનો રંગ એક જેવો નથી રહેતો. ક્યાંક ભૂરા, કાળા, ગુલાબી, લાલ, સફેદ કે નીલા રંગના ધબ્બા હોઈ શકે છે. ડી એટલે ડાયામીટર અથવા વ્યાસ-પા ઈંચથી વધુ. ઇ એટલે ઇવૉલ્વિંગ એટલે કે વિકસવું. તલનો આકાર, બનાવટ કે રંગમાં ફેર થઈ જાય.ત્વચામાં ઓછા મેલેનિન હોય તો તેનો અર્થ છે કે તમે યૂવી વિકિરણની હાનિકારક અસરથી સુરક્ષિત નથી. જો તમારા વાળ સોનેરી કે લાલ હોય, હલકા રંગની આંખો હોય અને સરળતાથી સૂર્યથી ત્વચા દાઝતી હોય તો તમે ગાઢ રંગની વ્યક્તિઓની સરખામણીમાં મેલેનોમાની વધુ સંભાવનાવાળી વ્યકિત છો. નબળી પ્રતિરોધક ક્ષમતા ધરાવનારા લોકોમાં ત્વચાના કેન્સરનું જોખમ વધુ હોય છે. તેમાં એવા લોકો સામેલ છે જેમને એચઆઈવી કે એઇડ્સ છે અને જેમણે અંગનું પ્રત્યારોપણ કરાવ્યું છે.
આ બીમારીથી બચવાનાં સૂચનો આ પ્રમાણે છે: મધ્યાહ્ને તડકામાં ન જાવ. દિવસના બાકીના સમય, ત્યાં સુધી કે ઠંડીમાં પણ આકાશમાં વાદળછાયું વાતાવરણ હોય તો જ બહાર જાવ. આખું વર્ષ સનસ્ક્રીન લગાવો. તે બધાં હાનિકારક યુવી વિકિરણોથી ફિલ્ટર નથી કરતું પરંતુ તે તડકાથી જરૂર બચાવે છે. ઓછામાં ઓછી ૧૫ એસપીએફવાળા સનસ્ક્રીનનો ઉપયોગ કરો. સુરક્ષાત્મક કપડાં પહેરો. તમારી ત્વચાને ગાઢ રંગના, નક્કર વણાટવાળાં કપડાંથી ઢાંકો જે તમારા હાથ અને પગને આવરી લે. ફેશન કરવા ન જાવ.
પહોળા કિનારાવાળી ટોપી પહેરો જે વધુ સુરક્ષા આપે. તડકાના ચશ્મા એવા લો જે બંને પ્રકારના યુવી વિકિરણો- યુવીએ અને યુવીબી વિકિરણોને રોકી શકે. ટૅનિંગ બૅંડથી દૂર રહો. તે યુવી કિરણોનું ઉત્સર્જન કરે છે અને ત્વચાના કેન્સરના જોખમને વધારી શકે છે. ત્વચામાં કોઈ પણ પ્રકારના પરિવર્તનને જોતાં રહો, જેમ કે કોઈ નવો તલ, જન્મચિહ્ન વગેરે.