આપણા સમાજમાં તહેવારોની ઉજવણી એટલે તળેલું અને તીખું, ગળ્યું અને ઘી વાળું રોક-ટોક વગર ખૂબ ખાવાના અને ખવડાવવાના દિવસો.
આ સમયે સ્વસ્થતા રાખવા માટે તમે ગમે તેટલા નિયમો પાળતા હો, તમારા ડૉક્ટરે પણ ઘણી સૂચના આપી હોય છતાં પણ આપણે સૌ સ્વાદમાં, રૂપમાં, રંગમાં શ્રેષ્ઠ અને મોંમાં જોતાની સાથે જ પાણી લાવી દે.
અનેક પ્રકારની વાનગીઓ જેમકે મઠીઆં, સેવ અને સક્કરપારા, ગોટા અને ગુલાબજાંબુ, સમોસા અને સોન હલવો, પાપડીને પેંડા જેવી ઘણી અદ્ભુત ચીજો આવે તે ખાધા વગર રહી શકતા નથી.
આટલું યાદ રાખો કે
૧. જે ભાવે તે ખાઓ પણ થોડા પ્રમાણમાં ખાઓ. ૨. ડાયાબિટીસ હોય ત્યારે ખાઓ ખરા પણ અઠવાડિયે એક કે બે વખત ખાઓ. & Moniter Sugar. ૩. વજન વધારે હોય છતાં ખાવું હોય તો થોડું ચાલીને કે થોડી કસરત કરીને ગળ્યું ખાવાની કે તળેલું ખાવા માટેની યોગ્યતા મેળવી પછી ખાઓ. ૪. જે કાંઈ ખાઓ તે પેટની અને આંતરડાની ક્ષમતાનો ખ્યાલ રાખીને ખાઓ; નહીં તો પેટ પણ બગડશે અને તહેવારો પણ બગડશે. ૫. ખોરાકની ક્વૉલિટીનો પણ ખાતાં પહેલાં ખ્યાલ રાખશો નહીં તો શરીર ઉપર જુલમ થશે અને તમે હેરાન થશો તે નફામાં. |
(અમદાવાદસ્થિત ડો. નિધિ દવે હોમિયોપેથી પ્રેક્ટીશનર છે. પરિવારમાં ચોથી પેઢીના ફિઝીશ્યન એવા ડો. નિધિ હોમિયોપેથી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હોવાની સાથે યુનાઇટેડ યુરોપિયન ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સાથે પણ સંકળાયેલા છે. વન-મિલિયન યુથ એક્શન ચેલેન્જના એમ્બેસેડર છે અને વિવિધ હોસ્પિટલ્સ સાથે કન્સલ્ટન્ટ તરીકે પણ જોડાયેલા છે.)