સારંગપુરઃ આજે હનુમાન જયંતિનો પાવન અવસર છે. ભારતનું એક પણ ગામડુ એવું નથી કે જ્યાં બરંગબલીના બેસણા નહોય. નાનામાં નાના ગામથી લઈને મોટામાં મોટા શહેર સુધી દરેક જગ્યાએ ભગવાન હનુમાનજી મહારાજના મંદીરો તો હોય જ, કારણ કે આ તો ભક્તોના ભયને અને સંકટને હરનારા દેવ છે. હનુમાન જંયતિની દરેક મંદીરોમાં ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. પરંતુ અત્યારે ભારત દેશમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન છે એટલે આ વર્ષ મંદીરમાં જઈને ભક્તો હનુમાનજી મહારાજના દર્શન નહોતા કરી શક્યા.
(જિતેન્દ્ર રાદડિયા-રાજકોટ)