પુત્રનાં પારણામાં ને વહુનાં બારણામાં

 

પુત્રનાં પારણામાં ને વહુનાં બારણામાં

 

વ્યક્તિ હાલ કેવો છે અને આગળ જતાં કેવો નીવડશે તે બાળક તરીકેના એના લક્ષણોનો અભ્યાસ કરવાથી પારખી શકાય છે. નાનું બાળક છે, પારણાંમાં સૂતું છે પણ એની દેહયષ્ટિ તેમજ અન્ય સંજ્ઞાઓથી એ પરખાઈ જાય છે. બરાબર તે જ રીતે નવી પરણીને આવેલી વહુ ગૃહપ્રવેશ કરે છે ત્યારે એની ચાલવાની ઢબ, આત્મવિશ્વાસ, ગરિમા તેમજ વિવેકપૂર્ણ વર્તાવ પરથી પરણીને પોતાને સાસરે આવનાર વહુ ખાનદાન છે એમ ભાખી શકાય છે.

અંગ્રેજીમાં એક કહેવત છે, ‘Coming events cast their shadows before’ જેનો અર્થ આગમના એંધાણ પહેલા જ થઈ જાય છે તેવો થાય, જે લગભગ આ બંને કહેવતોનો સમાનાર્થી ભાવાર્થ છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)