GPSC દ્વારા લેવામાં આવનારી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની આસિસ્ટન્ટ મેનેજરની કુલ 18 જગ્યાઓ માટેની પરીક્ષાને લઈ સંમતિ પત્ર ભરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આગામી 19 જાન્યુઆરીના રોજ તેની પ્રાથમિક પરીક્ષા યોજાશે. જે માટે સંમતિ પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. ઉમેદવારો 20 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધી આ સંમતિ પત્ર સત્તાવાર વેબસાઇટ પરથી ભરી શકાશે.
આ ભરતી માટેની પ્રાથમિક પરીક્ષાનું આયોજન અમદાવાદ અને ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં ઉમેદવારોએ પહેલા સંમતિ પત્ર ભરવું ફરજિયાત છે. જેના વિના ઉમેદવાર પરીક્ષા નહીં આપી શકે. આ સંમતિ પત્ર ભરવાની સાથે બિન અનામાત વર્ગના ઉમેદવારોએ 500 રૂપિયા અને અનામત વર્ગે 400 રૂપિયા ડિપોઝિટ ચુકવવી પડશે. જે ઉમેદવારોએ પરીક્ષા આપી હશે તેમને બાદમાં ડિપોઝિટ પરત મળી જશે. ઉમેદવારો સંમતિ પત્ર https://gpsc-ojas.gujarat.gov.in પરથી ભરી શકાશે. ઉમેદવાર સંમતિ પત્રની ડિપોઝિટ UPI, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા ભરી શકશે. આ ઉપરાંત ઉમેદવારોએ જે Payment Source માંથી સંમતિ પત્રની ડિપોઝિટ ભરી છે તેમાંજ રિફન્ડ ચૂકવવામાં આવશે. જો આ સ્રોત બંધ, નિષ્ક્રિય અથવા ડોરમેન્ટ વગેરે હશે તો રિફન્ડ થઈ શકશે નહીં, જે માટે GPSC જવાબદાર નહીં રહે. જેથી ઉમેદવારોએ CONSENT DEPOSIT ચુકવણી માટે સક્રિય પેમેન્ટ મોડનો ઉપયોગ કરવો. પરીક્ષામાં હાજર ઉમેદવારને જ આ રકમ પરત કરવામાં આવશે. ગેરહાજર ઉમેદવારને આ રકમ પરત મળશે નહીં.