અમેરિકામાં પ્રિયંકા ચોપરાની દિવાળી પાર્ટી, જુઓ અભિનેત્રીનો રોયલ અંદાજ

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સેલિબ્રિટીઝના ફેશન લુક્સ પણ ચર્ચામાં છે. આ દરમિયાન અભિનેત્રી પ્રિયંકા ચોપરાનો ખાસ અંદાજ સોશિયલ મીડિયા પર છવાયો છે.

અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ લોસ એન્જલસમાં દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવાળી પાર્ટીમાં પ્રિયંકાએ બરગંડી અને ગોલ્ડન રંગનો સુંદર ગાઉન પહેર્યો હતો. તેના આ લુકમાં ભારતીય કારીગરી અને આધુનિક ફેશનનું શાનદાર મિશ્રણ જોવા મળ્યું હતું.

પ્રિયંકા અને તેના પતિ નિક જોનાસે તાજેતરમાં લોસ એન્જલસમાં તેમના મિત્રો માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં તેમને ભારતીય પરંપરાઓની ઝલક મળી હતી. પ્રિયંકા અને નિકની દિવાળી પાર્ટીના ઘણા ફોટા અને વીડિયો ઓનલાઈન સામે આવ્યા છે.

આ પાર્ટીમાં પરિણીતી ચોપરા, સાન્યા મલ્હોત્રા, યુટ્યુબર લિલી સિંહથી લઈને મોડેલ વિન્ની હાર્લો સુધીના ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા.

પ્રિયંકાના આ આઉટફિટમાં જરદોસી, બીડવર્ક અને ગોલ્ડન થ્રેડ એમ્બ્રોઇડરી ખાસ આકર્ષણનું કેન્દ્ર હતાં. કોર્સેટ સ્ટાઇલ અને ઑફ શોલ્ડર ડિઝાઇને ગાઉનને મોડર્ન ટચ આપ્યો હતો. જો તમે પણ દિવાળી પાર્ટી, લગ્ન કે અન્ય ફેસ્ટિવ પ્રસંગે રોયલ લુક મેળવવા માંગતા હોવ તો પ્રિયંકાની આ સ્ટાઇલમાંથી કેટલીક ટિપ્સ લઈ શકો છો.

ટ્રેડિશનલ એમ્બ્રોઇડરી સાથે મોડર્ન ડિઝાઇન

પ્રિયંકાના ગાઉનમાં પરંપરાગત જરદોસી અને ગોલ્ડન એમ્બ્રોઇડરી સાથે આધુનિક કટ અને ફિટિંગ જોવા મળ્યાં હતાં. તમે પણ ફ્યુઝન આઉટફિટ પસંદ કરીને ટ્રેડિશનલ અને મોડર્ન લુકનું સુંદર કોમ્બિનેશન બનાવી શકો છો.

ફેસ્ટિવ લુક માટે બરગંડી, રૂબી રેડ, એમરલ્ડ ગ્રીન અને ડીપ વાઇન જેવા રંગો પસંદ કરી શકાય છે. ગોલ્ડન એમ્બ્રોઇડરી સાથે આ રંગો ખાસ રોયલ લુક આપે છે.

ગજરાથી આપો હેરસ્ટાઇલને ટ્રેડિશનલ ટચ

પ્રિયંકાએ સ્લીક લો બન સાથે સફેદ ચમેલીનો ગજરો લગાવ્યો હતો. આ સિમ્પલ હેરસ્ટાઇલે તેના ગાઉનને સુંદર દેશી ટચ આપ્યો હતો.

હેવી આઉટફિટ સાથે વધારે જ્વેલરી પહેરવી જરૂરી નથી. પ્રિયંકાએ નાના કુંદન માંગટીકા અને બ્રેસલેટ્સ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. તમે પણ હેવી નેકલેસને બદલે માંગટીકા, સ્ટેટમેન્ટ ઇયરરિંગ્સ કે સુંદર બંગડીઓ પસંદ કરી શકો છો.

આમ, પ્રિયંકા ચોપરાનો આ દિવાળી લુક બતાવે છે કે યોગ્ય રંગ, પરંપરાગત કારીગરી અને મિનિમલ જ્વેલરીના કોમ્બિનેશનથી તમે પણ ફેસ્ટિવ પ્રસંગે રોયલ અને સ્ટાઇલિશ દેખાઈ શકો છો.