‘યુથ મોડેલ યુનાઈટેડ નેશન્સ’ કાર્યક્રમ…

દેશ અને વિદેશમાં સમયાંતરે યુવાનો માટે યોજાતો યુથ મોડેલ યુનાઈટેડ નેશન્સ”કાર્યક્રમ હાલમાંજ અમદાવાદ  સ્થિત ગુજરાતની અગ્રગણ્ય બિઝનેસ મેનેજમેન્ટ સંસ્થા શાંતિ  બિઝનેસ સ્કૂલ”માં યોજાયો.

આ કાર્યક્રમમાં સમગ્ર ભારતમાંથી આવેલા 150 જેટલા યુવા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

ભાગ લઈ રહેલા યુવા વિદ્યાર્થઓની 6 કમિટી જેવીકે “યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી” અંતર્ગત ‘ઇમરજેન્સી સ્પેશ્યલ સેશન'(યુ.એન.જી.એ- ઈ.એસ.એસ), “યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ” (યુ.એન.ઓ. ડી.સી), “ઇન્ટરનેશનલ  ન્યુઝ  એજન્સી” (આઈ.એન.એ ), “યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી” અંતર્ગત ‘ડીસઆર્મામેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ સિક્યોરિટી કમિટી’ બનાવવામાં આવી હતી.

“યુથ મોડેલ યુનાઈટેડ નેશન્સ” કાર્યક્રમમાં “યુનાઈટેડ નેશન્સ”ની અલગ અલગ સમિતિની કાર્યપ્રણાલિનું અનુકરણ કરવામાં આવે છે.

આ કાર્યક્રમમાં વૈશ્વિક સમસ્યાઓ,આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રશ્નો, બે દેશો વચ્ચેના પ્રશ્નો,કે દેશના આંતરિક પ્રશ્નો ઉપર આ  કાર્યક્રમમા ભાગ લેતા યુવાનો દ્વારા ચર્ચા અને તેના નિરાકરણ વગેરે પર મોકડ્રિલ કરવામાં આવે  છે.