અમદાવાદઃ દેશભરના ટ્રક અને બસ ઓપરેટર્સ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે ત્યારે અમદાવાદમાં ટ્રકની લાંબી કતારો લાગી છે. ટ્રક અને બસ ટ્રાન્સપોટર્સની હડતાળ લાંબુ ચાલી તો જીવનજરૂરી ચીજવસ્તુઓની સપ્લાય પર અસર પડી શકે છે, અને રોજીંદા ઉપયોગની વસ્તુઓના ભાવ વધી શકે છે. દેશભરમાં હડતાળને પગલે અંદાજે 90 લાખ ટ્રક અને 50 લાખ બસ માર્ગો પર નહીં દોડે. આ હડતાળથી રોજના બે હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે. તસવીર-અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ