અમદાવાદઃ અષાઢ સુદ બીજના દિવસે જગન્નાથ મંદિર, જમાલપુરથી નીકળનાર રથયાત્રા સરસપુર મોસાળમાં રોકાણ કરે છે. ભગવાન જગન્નાથ સાથે સૌ ભક્તો સરસપુરમાં વિશ્રામ કરે છે. ભગવાનના મોસાળ તરીકે જાણિતા સરસપુરમાં ભક્તજનો-શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદ અને વિરામની વ્યવસ્થા કરવામાં આવે છે. હજારોની સંખ્યામાં ભોજન, ભજન-કિર્તન કરતાં શ્રધ્ધાળુઓ માટેમહંત લક્ષ્મણદાસ ગુરુ વાસુદેવજી, રણછોડજી મંદિર, ભલાભગતની જગ્યા દ્વારા ઉત્કૃષ્ઠ વ્યવસ્થા કરવામાં આવે છે. સરસપુરમાં આવતા નગરજનો, મહેમાનો માટે રથયાત્રાના પર્વ નિમિત્તે કરાનારી વ્યવસ્થા-સગવડો અને પૌરાણિક મહત્વ વિષય પર મહંત લક્ષ્મણદાસ ગુરુ વાસુદેવદાસજીએ મીડિયાને માહિતી આપી હતી.