નવરાત્રિ 2019 : સંદેશ સાથેના ટેટુ…

નવરાત્રિને બસ થોડાક જ દિવસો બાકી છે….ત્યારે યૌવન અવનવી થીમ, ડ્રેસ ડિઝાઇન સાથે ગરબે રમવા થનગની રહ્યું છે.

થોડા સમય થી યંગસ્ટર્સમાં અવનવા ટેટુ ચિરતાવવાની પણ ફેશને જોર પકડ્યું છે, શરીરના જુદા જુદા ભાગમાં લોકો ટેંટુ ચિતરાવતા હોય છે.

આ નવરાત્રિમાં અમદાવાદના યુવાનોએ કંઇક અલગ જ થીમને લઇને શરીર પર ટેટુ દોરાવવાનું નક્કી કર્યું છે.

આ અનોખી થીમ અત્યારની સમસ્યાઓ અને લોકોને જુદા જુદા વિષય પર સંદેશ આપતા ટેટુ યુવાનોએ બોડી પર ડિઝાઇન કરવાનું શરુ કર્યું છે.

નવરાત્રિ મહોત્સવ 2019, સેવ અર્થ, પ્લાસ્ટિક બેન, ઇશરોનું મૂન મિશન, ભારત-અમેરિકા દોસ્તી,,વસુધૈવ કુટુંબકમ.. અને કશ્મીર હમારા હૈ…. જેવા વિષયોને યુવાનોએ પોતાની બોડી પર ચિતરાવવાનું શરુ કરી દીધુ છે.

વેલ, સૌથી મહત્વની હાલની જરુરિયાત…હેલ્મેટ પહેરો…જીઁદગી બચાવો…નો પણ ટેટુમાં સમાવેશ કર્યો છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)