એચડીએફસી બેંક લિમિટેડે દ્વારા 12મી નેશનલ રક્તદાન ઝૂંબેશ પૂર્ણ કરવામાં આવી છે. 12 વર્ષના સમયગાળા દરમિયાન સફળતાપૂર્વક 10 લાખ યુનિટથી વધુ રક્ત એકત્ર કર્યું છે.
આ વર્ષની ઝૂંબેશમાં ભારતનાં 100થી વધુ વિવિધ શહેરોમાં યોજાયેલી અંદાજે 4,000 રક્તદાન શિબિરોમાં 18 થી 65 વર્ષના વય જૂથના લોકોએ ભાગ લીધો હતો અને તેના પરિણામે 3 લાખ યુનિટથી વધુ રક્ત એકત્ર થયું હતું.
આ રક્તદાન ઝૂંબેશ એચડીએફસી બેંકના તમામ વિકાસલક્ષી કાર્યક્રમોના નેજા હેઠળ યોજાય છે. તે #પરિવર્તનપહેલ હેઠળ હાથ ધરાતી કોર્પોરેટ સામાજીક જવાબદારી પ્રવૃત્તિનો એક હિસ્સો છે. એચડીએફસી બેંકે તેની વાર્ષિક રક્તદાન ઝૂંબેશનો પ્રારંભ વર્ષ 2007માં ટ્રાન્સફયુઝન માટે ઉપલ્બ્ધ સલામત રક્તની અછત નિવારવા માટે કર્યો હતો.
તાજા સરકારી આંકડા અનુસાર ભારતમાં વર્ષ 2016-17 માં 1.9 મિલિયન યુનિટ રક્તની તંગીનો સામનો કરવો પડયો હતો. જો આટલુ રક્ત ઉપલબ્ધ થઈ શક્યું હોત તો 320,000 થી વધુ હાર્ટ સર્જરી અને 49,000થી વધુ અંગદાનમાં મદદ મળી હોત.