અમદાવાદના જગતપુર પાસે આવેલા ગણેશ જીનેસિસ ફ્લેટના E 503-504 નંબરના ફ્લેટમાં લગભગ બપોરના 12: 30 કલાકની આસપાસ આગ લાગી હતી.
આગની અસર 5, 7 અને 9માં માળ પર રહેતા લોકોને આગની અસર થઈ હતી. જો કે ખૂબ પવન હોવાને કારણે આગ વિકરાળ બની રહી હોવાથી ફાયર બ્રિગેડ બે કલાકે આગ કાબૂ મેળવવામાં સફળ રહ્યું હતું.
ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવેલા રેસક્યુ ઓપરેશન દરમિયાન કુલ 35 લોકોને બચાવવામાં આવ્યા હતા.જ્યારે 7 લોકોને રેસ્કયુ કરી નીચે ઉતાર્યા હતા. આ દુર્ઘટનામાં અંજનાબહેન પટેલ નામની મહિલાનું સોલા સિવિલમાં મોત થયું છે. જ્યારે સાત લોકો સારવાર હેઠળ છે.
પ્રાથમિક તારણ મુજબ, એસીનું કમ્પ્રેશર ફાટતા લાગી છે. જો કે આ મામલે તપાસ થયા બાદ સત્ય હકીકત બહાર આવી શકે છે.
રેસ્ક્યુ ઓપરેશન માટે NDRFની મદદ પણ લેવામાં આવી હતી.
સ્નોરેકલ બંધ થઈ જતાં લોકોને દોરડા અને જાળી દ્વારા જીવના જોખમે રેસક્યુ કરવા પડ્યાં
આગ કાબૂમાં આવ્યા બાદ કૂલિંગની કામગીરી કરવામાં આવી હતી. બચાવ કામગીરી દરમિયાન ટેકનિકલ ખામી થતા ફાયરનું સ્નોરેકલ બંધ થઈ ગયું હતું. સ્નોરેકલ ચાલુ કરવા માટે ચાર વાર પ્રયત્નો કર્યા હોવા છતાં સ્નોરેકલ ચાલુ થયું નહોતું.
સ્નોરેકલ કામ ન કરતા ફાયરની ટીમે લોકોને બચાવવાની જાળી, પાણીની પાઇપ અને દોરડા બાંધીને લોકોને જીવના જોખમે નીચે ઉતાર્યા હતા.
આગ લાગતા 10 ફાયર બ્રિગેડની ગાડીઓ અને સ્નોરેકલ ઘટના સ્થળે પહોંચ્યા હતા છે. એક ઈજાગ્રસ્ત યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. આ યુવકની હાલત ગંભીર હોવાથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
તસવીર: પ્રજ્ઞેશ વ્યાસ