દિલ્હી પબ્લિક સ્કૂલ બોપલ દ્વારા પર્યાવરણની જાળવણી અંગે જાગૃતિ ફેલાવવા માટે વૉલ પેઈન્ટીંગની ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.
850થી વધુ વિદ્યાર્થીઓએ તેમની સર્જનાત્મકતા દેખાડીને સ્પેસ એપ્લિકેશન સેન્ટર-ઈસરોના બોપલ સંકુલના 1600 ચો.ફૂટ વિસ્તારમાં 44 ચિત્રો દોર્યા છે.
આ ચિત્રો અને ભીતો ઉપર કરાયેલા આલેખનોમાં યુવા વિદ્યાર્થીઓએ ગ્રીન અને પર્યાવરણલક્ષી જીવન માટેનો મજબૂત સંદેશો આપ્યો હતો.
આ પ્રયાસ દ્વારા વિદ્યાર્થીઓએ એક અનોખા પ્લેટફોર્મ મારફતે પોતાની છૂપી શક્તિ પ્રદર્શિત કરી હતી. શિક્ષકો અને બાળકોએ એક સાથે રંગો અને બ્રશનો ઉપયોગ કરીને પેઈન્ટ ડેની ઉજવણી પ્રસંગે સ્પેસ એપ્લિકેશન સેન્ટર અને ઈસરોના બોપલ સંકુલની બહારના ભાગે ખૂબ જ આકર્ષક ચિત્રો દોર્યા હતાં.