મોઢ વણિક સમાજ દ્વારા ‘તેજસ્વી મોઢ નારીશક્તિ ઈન્ટરનેશનલ એવોર્ડ’

મુંબઈના વિલે પારલેમાં ફેડરેશન ઓફ મોઢ વણિક સમાજ દ્વારા તાજેતરમાં યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં ‘તેજસ્વી મોઢ નારીશક્તિ ઈન્ટરનેશનલ-2018 એવોર્ડ’ શ્રીમતી માધુરી મહેન્દ્ર શાહને આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ માટે 79 એન્ટ્રી આવી હતી. સામાજિક કેટેગરીમાં માધુરી શાહની પસંદગી કરવામાં આવી હતી. માધુરીબહેન છેલ્લા 20 વર્ષથી સ્નેહમિલન મેરેજ બ્યુરો સફળતાપૂર્વક ચલાવે છે. એ બીજી પણ ઘણી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]