દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો. તો બોલિવૂડ સેલિબ્રિટીઓ કેવી રીતે પાછળ રહી શકે?તેઓએ પણ પોતાના ભાઈ-બહેનોને રાખડી બાંધીને ખૂબ જ આનંદથી આ તહેવાર ઉજવણી કરી.

બોલિવૂડ સેલિબ્રિટીઓ પણ પોતપોતાની રીતે આ તહેવારની ઉજવણી કરી છે. કંગના રનૌત, મૃણાલ ઠાકુર અને પ્રીતિ ઝિન્ટા સહિત અનેક સેલિબ્રિટીઓએ રાખી ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.


કંગના રનૌતે તેના ભાઈ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી. તેણીએ સોશિયલ મીડિયા પર ફોટા શેર કર્યા છે.સાથે જ એક હૃદયસ્પર્શી પોસ્ટ પણ શેર કરી. તેણીએ લખ્યું કે મારા પ્રિય ભાઈ, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મેં તમારા હાથ પર બાંધેલું પ્રેમનું આ બંધન હંમેશા તમારું રક્ષણ કરે.

અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે સોશિયલ મીડિયા પર ઘણી સુંદર તસવીરો શેર કરી છે.

રણદીપ હુડ્ડાએ રક્ષાબંધન પર રાખડી બાંધતી પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી. તેણે પોસ્ટમાં લખ્યું, ફન, મજા અને આશીર્વાદ. બહેનો વિના આ દુનિયા ખૂબ જ મુશ્કેલ હોત!

રક્ષાબંધનના શુભ અવસર પર મૃણાલ ઠાકુરે સોશિયલ મીડિયા પર તેના પરિવાર સાથેના ફોટા શેર કર્યા.

કૃતિ સેનને બે હાથનો ફોટો શેર કર્યો છે, જેમાં બંને હાથ પર રાખડી બાંધેલી છે. તેણીએ કેપ્શન આપ્યું છે, ‘જ્યારે રાખી ફેશન પર હજુ પણ ચર્ચા થઈ રહી છે, ત્યારે અમારું ધ્યાન ખરેખર શું મહત્વનું છે તેના પર છે.’

અભિનેતા અર્જુન કપૂરે પણ તેની બહેનો અને પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ ફોટામાં અર્જુન ખુશી કપૂર, અંશુલા કપૂર સાથે છે. જોકે બહેન જાહ્નવી કપૂર ફોટોમાં જોવા ન મળી.





