નાણાપ્રધાનનું ફૂલગુલાબી બજેટઃ ખેડૂતો પર નીતિનભાઇની નજર
અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં નાણાપ્રધાન નીતિન પટેલે રૂપાણી સરકારનું વર્ષ 2020-21નું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું હતું. નાણાપ્રધાન નીતિન પટેલ આ પહેલાં આઠ વખત બજેટ રજૂ કરી ચૂક્યા છે. નાણાપ્રધાન ગયા વર્ષ રૂ. 2.40 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું, જ્યારે આ વર્ષે બજેટનું કદ રૂ. 2,17,287 કરોડનું છે. નાણાપ્રધાને ગુજરાતનું બજેટ રજૂ કર્યું એ પહેલાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન વિધાનસભામાં કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. નાણાપ્રધાન આ વખતના બજેટમાં ખેડૂતો પર વરસી પડી છે.
નાણાપ્રધાને જણાવ્યું હતું કે છોટા ઉદેપુરના છ તાલુકામાં અતિવૃષ્ટિથી ભારે નુકસાન થયું છે. જેમાં 2,461 ખેડૂતોને અતિવૃષ્ટિને લીધે કૃષિમાં નુકસાન થયું છે. નાણાપ્રધાને પંચાયતો અને કોર્ટોરેશનની ચૂંટણીઓને ધ્યાનમાં રાખતાં અને જીએસટીના અમલીકરણ પછી સરકારની આવક ઘટી હોવા છતાં રૂ. 605 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કર્યું હતુ.રાજ્ય સરકારના બજેટમાં નીચેની બાબાતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રૂપાણી સરકારના નાણાપ્રધાન નીતિન પટેલે વર્ષ 2020-21નું બજેટ રજૂ કરતી વખતે શેરથી શરૂઆત કરી હતી.
તેમણે કહ્યું હતું કે
કામ કરતા આવ્યા છીએ કામ કરતા રહીશું
ઋણી છીએ ગુજરાતના ઋણ ચૂકવતા રહીશું
ધન્ય ધરા ગુજરાતની ચરણ ચૂમતા રહીશું
આમ કહી તેમણે બજેટનો પ્રારંભ કર્યો હતો. તેમણે બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે અમદાવાદમાં 30 ટકા સ્ટાફની અછત છે. બજેટના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ રજૂ કર્યા હતાઃ
47 લાખ ખેડૂતોને તેમના બેન્ક ખાતામાં સહાય આપી રૂ. 3186 કરોડ જમા કરાવ્યા
માવઠામાં ગુજરાત સરકારે અત્યાર સુધી સૌથી મોટી સહાય આપી છે.
અમારી સરકાર હંમેશાં ખેડૂતોની પડખે છે અને રહેશે
નીતિન પટેલે ખેડૂતો માટે રૂ. 3,795 કરોડનું પેકેજ જાહેર કરાયું
સરકાર સર્વસમાવેશી સરકાર છે અને સૌનો સાથ અને સૌનો વિકાસ
આ વર્ષે રૂ. 3.44 લાખના મૂડીરોકાણના એમઓયુ થયા
અત્યાર સુધી સ્ટેચ્યુ યુનિટીના 40 લાખ લોકોએ દર્શનનો લાભ લીધો
દરરોજ 15,000 લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં દર્શન કરે છે.
ખેડૂત કલ્યાણ યોજના માટે રૂ. 7,423 કરોડની જોગવાઈ
ખેડૂતો માટે ઝીરો ટકાના વ્યાજના ધિરાણ માટે રૂ. 1,000 કરોડની જોગવાઈ
પાક વીમા માટે રૂ. 1190 કરોડની સકરારી સહાય કરાશે
મુખ્ય પ્રધાન પાક સંગ્રહ યોજનાની જાહેરાત
નાના ગોડાઉન અને ફાર્મ સ્ટોરેજ ઊભા કરવા માટે સરકાર સહાય કરશે