સ્કૂલોમાં બાળકોને કુદરતી અભિગમ શીખવવાની તાતી જરૂર…

હિમાચલના સોલનમાં 400 બાળકો માટેની એક સ્કૂલ આવેલી છે, જેને સાઉથવાલે કહેવામાં આવે છે. આ સ્કૂલને MBA થયેલા યુવાનો ચલાવે છે. આ સ્કૂલનો માલિક રિષભ ચોપરા છે અને સ્નિગ્ધ પરિહાર હેઠળ ટેક્નિકલ કામગીરી ચાલે છે. તે શિક્ષણ પર ભાર મૂકે છે, પરંતુ એનાથી પણ વધીને આ સ્કૂલમાં દયાભાવ પર વિશેષ ભાર આપવામાં આવે છે. રિષભ કહે છે કે, અમે સામાજિક, નૈતિક અને બુદ્ધિશાળી ભાવિ પેઢી તૈયાર કરવામાં માનીએ છીએ.

કોરોના રોગચાળાના લોકડાઉન દરમ્યાન તેમણે તેમનાં બાળકોને શેરીનાં પ્રાણીઓને ખવડાવવાનું અને દેખરેખ રાખવા માટે કહ્યું હતું, જોકે હવે તેમણે દરેક બાળકને અને કર્મચારીને કૂતરો, ગાય, બિલાડી કે પછી પક્ષીને ફરજિયાત ખાવાનું અને દેખરેખ રાખવાનું કહ્યું છે. તેમણે તેમની ચર્ચાઓ, વક્તૃત્વ રિસર્ચ-સ્ટેશન પ્રોજેક્ટ્સ વગેરે… પ્રાણીઓની આસપાસ કેન્દ્રિત કરી છે. બાળકોને તેમના આહારમાંથી થોડું બચાવવા અને રસોડાના વેસ્ટમાંથી પાળેલા પ્રાણીઓને ખવડાવવાનું શીખવવામાં આવે છે. આ નિયમને કાયમી અને સંસ્થાકીય બનાવવા માટે અમે લોગ બુકને વિકસાવી છે, જે ચાર્લ્સડુહિગની બુક ‘ધ પાવર ઓફ હેબિટ’માંથી લેવામાં આવી છે.

કોઇમ્બતુરની યલો ટ્રેન ઓર્ગેનિક ફાર્મિંગ અને જંગલનાં પ્રાણી સાથે સહઅસ્તિત્વ રાખવું–એ શીખવે છે. હરિયાળા ખેતરો, બાગ-બગીચાઓ, ગાયો અને મોરોની વચ્ચે–શાળાની બુકો કરતાં કુદરતી દુનિયા દ્વારા બાળકોના વિકાસ માટે વધુ ધ્યાન આપવામાં આવે છે. વર્ષ 2009માં સ્થપાયેલી તિરુવન્નામલાઈની મારુદમ ફાર્મ સ્કૂલ પણ આ જ અભિગમ ધરાવે છે. વિદ્યાર્થીઓને વનીકરણ, ઓર્ગેનિક ફાર્મિંગ અને કુદરત સાથે ગાઢ તાલમેલ સાધવાનું શીખવાડવામાં આવે છે.

દરેક સ્કૂલમાં મોટા ભાગે આર્ટ્સ, ક્રાફ્ટસ અને સ્પોર્ટ્સને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. જોકે શિક્ષણ એ મનુષ્યને સેન્સિટિવ અને બુદ્ધિશાળી બનાવે છે. ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લા સિમાયલમાં ચિરાગ સ્કૂલ છે, જેને 2006માં કનૈયાલાલ દ્વારા સ્થાપવામાં આવી છે અને અહીંના સ્થાનિક સમુદાયના ગ્રેજ્યુએટ સ્તરના શિક્ષકો છે. અહીં હિમાલયની સ્થાનિક સંસ્કૃતિ અને ધરોહરને કેવી રીતે જાળવણી કરવી એ શીખવવામાં આવે છે. અહીંના પ્રિન્સિપાલ સુમિત અરોરા વિદ્યાર્થીઓને પ્રકૃતિ અને હિમાલયનાં કુદરતી ઝરણાંઓ વિશેની સમજ આપવા માટે પ્રવાસે લઈ જાય છે.

બાળકોને કચરો બાળ્યા વગર કેવી રીતે નિકાલ કરવો એ શીખવવામાં આવે છે. SECMOLની સ્થાપના 1988માં સોનમ વાંગ ચૂક દ્વારા સિંધુ ખીણમાં ફેય ગામ નજીક કરવામાં આવી હતી (જેના પર આમિર ખાનની થ્રી ઇડિયટ્સ બની હતી, જે નવી શિક્ષણ પદ્ધતિ પર આધારિત છે) SECMOL કેમ્પસ એ ઈકો-વિલેજ છે, જ્યાં વિદ્યાર્થીઓ, સ્ટાફ અને સ્વયંસેવકો રહે છે અને કામ કરે છે અને વ્યાવહારિક, પર્યાવરણીય, સામાજિક અને પરંપરાગત માહિતી, મૂલ્યો અને કુશળતા મળીને શીખે છે. આ કેમ્પસ સોલર સંચાલિત અને સોલરથી ચાલે છે. વિદ્યાર્થીઓ આધુનિક શૈક્ષણિક સાથે લદ્દાખનાં ગીતો, નૃત્યો અને ઇતિહાસ શીખે છે.

જૂન, 2016માં પારમિરા શર્મા અને મઝિન મુખ્તારે પામોહી, ગુવાહાટી-આસામમાં અક્ષર સ્કૂલની સ્થાપના કરી, જેમાં બાગાયતી કુશળતા, પ્રાણીઓની માવજત, રિન્યુએબલ એનર્જીની સમજ, ટેક્નોલોજી પાવરનો ઉપયોગ –આ સ્કૂલો આપણને કયા પ્રકારનું શિક્ષણ જોઈએ છે- એ બતાવે છે. અક્ષર સ્કૂલ વ્યક્તિગત વિકાસમાં વિશ્વાસ રાખે છે. આ સ્કૂલમાં પેમેન્ટ કરવા માટે યુનિક સિસ્ટમ છેઃ જે બાળકોનાં માતાપિતાને ફીની સમસ્યા હોય –તેઓ પ્લાસ્ટિકની પોલિથિન બેગ અને પ્લાસ્ટિકનો કચરો એટલો એટલે કે ફીના સમાન આપી શકે છે. સ્કૂલ વિદ્યાર્થીઓને પ્લાસ્ટિક બાળવાની મંજૂરી નથી આપતી.

સામાન્ય બાળકો હવે એવાં બાળકોનું નિર્માણ કરી રહ્યા છે, જેઓ પ્રકૃતિ સાથેના તાલમેલ ગુમાવી રહ્યાં છે. એનો અર્થ એ છે કે નાખુશ બાળકો આખા જીવન દરમ્યાન ખુશ કઈ રીતે રહેવું એ શીખે છે-નોકરીઓ, પ્રમોશન, મોટી કાર અને સુવિધાયુક્ત ઘર- તેઓ કામ સિવાય કશું નવું શીખતા નથી. આપણે એવાં બાળકોનું નિર્માણ કરીએ છીએ, જે અન્ય પ્રજાતિઓથી ડરે છે, જે હિંસા પર વિશ્વાસ કરે છે, જેથી તેમને રસ્તો મળી શકે. તેમનું માનવું છે કે એક સારું ઝાડ છે, જે તેમના દાંત માટે ટૂથપિક બનાવે છે, જેથી આપણો દેશ નાખુશ રહે છે અને દરેક પેઢી નાખુશ થતી રહે છે.

  • પગરખાં અથવા બેગમાં કોઈ ચામડું નહીં વાપરવાનું.
  • દરેક બાળકે વર્ષમાં સાત છોડ વાવવાના અને એમની સંભાળ લેવાની.
  • દરેક બાળકને તેમના વિસ્તારના પ્રાણીઓની સંભાળ રાખવાના પુરાવા આપવાના.
  • દરેક વિદ્યાર્થીએ પ્રતિદિન એક કલાક નેશનલ જિયોગ્રાફિક જોવાની અને પૃથ્વીને કઈ રીતે બચાવવી એ માટે પ્રતિદિન વિદ્યાર્થીએ એક નવો વિચાર રજૂ કરવાનો.
  • પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરીને પેપરનો વ્યવહારુ ઉપયોગ કરવો.
  • નાસ્તો કોણ લાવ્યું છે, એ જાણ્યા વિના ખાવાનું વહેંચવું અને એના કોઈ પણ બાળકને શરમ ના આવવી જોઈએ.
  • દરેક સ્કૂલમાં ઓર્ગેનિક ગાર્ડન હોવું જોઈએ અને જો સ્કૂલમાં જગ્યાનો અભાવ હોય તો સ્કૂલના ટેરેસમાં પોટ્સમાં છોડ વાવવા જોઈએ। બાળકો દરેક ફળોનાં બીજ લાવે અને સ્કૂલમાં એને માટે નર્સરી બનાવડાવવી જોઈએ.
  • શાકાહાર બનવું જોઈએ અને એ કેમ બનવું એના કારણો આપવાનો આગ્રહ રાખવો.
  • સપ્તાહમાં એક કલાક બધા ધાર્મિક ગ્રંથોના વાચન માટે ફાળવવો, જેથી દરેક બાળકને પુરાણો, વેદ, રામાયણ, મહાભારત, કુરાન અને બાઇબલ વિશે તેમ જ જૈનો અને બોદ્ધોનાં પુસ્તકોનો પરિચય થાય.
  • 10 અને 12 સિવાય કોઈ પરીક્ષા નહીં.

આપણે બાળકને જીવવિજ્ઞાન તો શીખવીએ છીએ, પરંતુ શું આપણે બાળકોને પ્રાણીઓનો આદર કરવાનું શીખવીએ છીએ? જ્યાં સુધી ક્લાસમાં દેડકાં અને ઉંદર મારવાનું બંધ નહીં થાય, ત્યાં સુધી એ થવાનું નથી. આપણે બાળકોને ફિઝિક્સ અને કુદરતી વિજ્ઞાન શીખવીએ છીએ, પરંતુ ધરતીને કઈ રીતે રક્ષણ આપવું એ શીખવીએ છે. આપણે તો કૂતરાથી દૂર રહો, એ કરડી જશે, એના કરતાં ચાલો, આપણે તેમને શેરીનાં પ્રાણીઓ કે પક્ષીઓ માટે પાણી ભરેલા બાઉલ મૂકવાનું શીખવીએ તો?  કેટલી સ્કૂલના પ્રિન્સિપાલોને કેમ્પસમાં રખડતા પ્રાણીઓની દરકાર કરતા જોયા છે? ખૂબ ઓછા હશે એ.

મોટા ભાગના રખડતા કૂતરાઓને સ્થાનિક મ્યુનિસિપાલિટીઓ દ્વારા ઉઠાવી લેવામાં આવે અને અન્યત્ર જૂનાં કપડાંની જેમ ફેંકી દેવામાં આવે છે. આપણે તો બાળકોને કેવી રીતે ડરવું? કેવી રીતે હરીફાઈ કરવી? બીજાના ખર્ચે સફળ કેવી રીતે થવું? વગેરે… વગેરે શીખવીએ છીએ. આ ઉપરાંત કેવી રીતે તાકાતથી બીજા પાસેથી લઈ લેવું એ શીખવીએ છીએ, પણ એને બદલે સરસ તારાઓથી ભરેલા આકાશની સમજ આપીએ તો?

(મેનકા ગાંધી)

(ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી મેનકા સંજય ગાંધી એમના પ્રાણી, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને લગાવ માટે જાણીતા છે. આ ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમના લખાણો ચિત્રલેખા.કોમ માં વાંચો દર બુધવારે…)