|
મુખ મેં રામ, બગલ મેં છૂરી
|
બગલો પાણીમાં માછલી પકડવા ઊભો હોય ત્યારે એક પગે સ્થિર રહીને જાણે ધ્યાન ધરતો હોય તે રીતે ઊભો રહે છે. જેવું માછલું
નજીક આવે કે તરત જ ઝપટ મારીને તેને પકડી લે છે.
ભગતાઈ કરતા હોય તેવો દેખાવ કરીને દુષ્ટ કામ કરનારને ‘બગલાભગત’ કહેવાય છે.

બરાબર આ જ રીતે ચહેરા પર સ્મિત રાખવું, જીભે ગોળ રાખીને મીઠી-મીઠી વાતો કરવી, પરંતુ અંતરમાં દંભ અને દુષ્ટ ભાવ રાખવો, ઉપરથી સાધુતાનો દેખાવ કરવો અને મનમાં કટાર (છરી) રાખીને યોગ્ય સમય આવ્યે ઘાતક બનવું, ખોટો આડંબર કરીને દગો દેવો, ઉપરથી સજ્જનતાનો દેખાવ કરવો અને મનમાં બીજાને પાયમાલ કરવાની દાનત રાખવી — આ પ્રકારનું વર્તન કરનાર વ્યક્તિ માટે ‘મુખ મેં રામ, બગલ મેં છૂરી’ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)




