ગાડા નીચે કૂતરૂં ચાલે તો જાણે કે ભાર હું જ ખેચું છું

 

ગાડા નીચે કૂતરૂં ચાલે તો જાણે કે ભાર હું જ ખેચું છું…

 

 

મૂળ તો આ કહેવત અને નીચેની પંક્તિઓ એક જ વાત કહે છે.

“હું કરૂં, હું કરૂં એ જ અજ્ઞાનતા

શકટનો ભાર જેમ શ્વાન તાણે.”

અર્થ થાય – જેમ ગાડા નીચે ચાલતું કૂતરૂં પોતે ગાડાનો ભાર ઊંચકીને ચાલે છે એમ અજ્ઞાન અથવા મિથ્યાભિમાનને કારણે પોરસાય છે. બરાબર તે જ રીતે કેટલાંક માણસો પોતે જે કામ કરવાને સક્ષમ ન હોય અને કોઈક કારણોસર એ કામ સાથે જોડાયા હોય આમ છતાંય જાણે બધું પોતે જ કરે છે તેવા વહેમમાં આવો દાખડો કરે ત્યારે આ કહેવત વપરાય.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)