આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા

 

આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા

 

 

આમ તો આ કહેવત જ ઘણું બધું કહી જાય છે. બે સરખી પ્રકૃતિના માણસો ભેગા થાય ત્યારે સમાન પ્રકૃતિ અથવા ક્ષમતા હોવાના કારણે તેમનો પરસ્પર પ્રત્યેનો વ્યવહાર સમઘાત અથવા સરખી પ્રકૃતિનો હોય છે.

ક્યારેક આ કહેવત વ્યંગમાં પણ વપરાય છે. જ્યારે સામેનો વ્યક્તિ બીજા પાસેથી કશું જ પામી શકે તેમ ન હોય ત્યારે બંને એકબીજાને માથાના મળ્યા છે એ અર્થમાં પણ આ કહેવત વપરાય છે.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)