છાણના દેવને કપાસિયાની આંખો |
જેવું પાત્ર તેવું દાન; જેને જેમ શોભે તેમ કરવાપણું.
(૧) જેવું માણસ તેવું માન. (૨) જેવો દેવ તેવા તેના અલંકાર; જેવા દેવ તેવી પૂજા.
જેવી જેની લાયકાત તેવી તેને પ્રાપ્તિ; યોગ્યતા મુજબ સત્કાર કરવો.
જેવું પાત્ર તેવો વહેવાર તેની સાથે કરવો જોઈએ એ વાત આ કહેવત થકી કહેવાઈ છે. ટૂંકમાં માણસ જોઈને એની સરભરા અથવા માનપાન આપવું. લાયક ન હોય તેને એના ગજા કરતાં વધારે આપવાથી એ જીરવી શકતો નથી એ સંદર્ભમાં આ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)