કરવા ગયા કંસાર ને થઈ ગઈ થૂલી |
શુભ પ્રસંગે લાપસી એટલે કે કંસાર રાંધવામાં આવે છે. આમ કંસાર એ શુકનમાં ખવાતું મિષ્ટાન છે. આથી વિપરીત થૂલી એટલે કે ઘઉં અથવા ચોખાને ચાળતા જે ફોતરાં નીકળે તે થાય.
જ્યારે ખૂબ સારા આશય સાથે કોઈ કામ હાથમાં લીધું હોય અને પરિણામ વિપરીત આવે એટલે કે સારું કરવા જતાં કામ બગડી જાય તે સંયોગોમાં આ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)