જોડો ક્યાં ડંખે છે, એ પહેરનારને જ ખબર પડે

 

જોડો ક્યાં ડંખે છે, એ પહેરનારને જ ખબર પડે

 

પહેલાં જોડા બરછટ ચામડામાંથી બનતા. આજના જેવુ કમાયેલુ અને કોમળ ચામડું ત્યારે નહોતું વપરાતું. મોજાં પહેરવાનો રિવાજ પણ ઓછો હતો. ત્યારે બૂટ પહેરનારને શરૂઆતમાં ચામડી સાથે જોડાનું જે ઘર્ષણ થાય તેને કારણે ફોલ્લા પડતા. આ ફોલ્લા પડે તેને જોડો લાગ્યો અથવા ડંખ્યો તેમ કહેવાતું. હવે પગ તો બૂટમાં હોય.

બહારથી કોઈ માણસને ખબર ના પડે કે પહેરનારને આ જોડો ક્યાં ડંખ્યો છે. બરાબર આ જ રીતે માણસના પોતાના પ્રશ્નો અને વેદના અંદરખાનેથી તે પોતે જ જાણે છે. દુનિયા સામે તો એણે હસતાં ચહેરે જ પેશ થવાનું છે. આ પરિસ્થિતીના સંદર્ભમાં ઉપરોક્ત કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)