રાજાની રાણી ને કાણી ન કહેવાય

 

 રાજાની રાણી ને કાણી ન કહેવાય

 

રાજા એટલે સર્વોચ્ચ સત્તા અને એના ઉપર પણ જે સત્તા ભોગવે તે રાજરાણી. એનો દોષ ક્યારેય જોવાય નહીં. એ જેવી છે તેવી, સોળ આની, એમ સમજીને ચાલવાનું.

જો આમાં કાંઇ ભૂલ થાય અને રાણીબા રિસાઈ જાય તો એમને મનાવવા રાજા કડકમાં કડક સજા ફટકારે. એટલે રાજાની રાણીને કાણી ન કહેવાય.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)