સાપ મરે ને લાકડી ભાગે નહીં |
સાપ નીકળ્યો હોય ત્યારે એને મારવા માટે લાકડીથી પ્રહાર થાય છે. આ પરિસ્થિતીમાં ત્રણ પ્રકારની શક્યતાઓ છે.
પહેલી, લાકડી બરાબર ફણ પર પર વાગે અને સાપ મરી જાય.
બીજી, સાપને વાગે ખરી પણ તેને ઝાઝી ઇજા ના થાય અને એ છટકી જાય.
જ્યારે ત્રીજીમાં સાપને વાગે ખરું પણ ફટકો મારવા જતાં લાકડી પણ તૂટી જાય.
આમાં સૌથી ઉત્તમ પરિસ્થિતી પહેલા નંબરે વર્ણવી છે તે છે. જે મુજબ લાકડી અકબંધ રહે અને સાપ મરે એટલે કે કોઈ પણ પ્રકારનું નુકસાન વેઠ્યાં વગર અવરોધ ખતમ કરી શકાય અથવા વિપરીત પરિસ્થિતીમાંથી બહાર નીકળી શકાય. આમ, નુકસાન ના થાય અને કાર્યસિદ્ધિ થાય તે માટે આ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)