હેલ્ધી વેજીટેબલ ચીઝ બોલ બાળકોને તો ભાવશે જ પણ મોટેરાંને પણ એનો સ્વાદ દાઢે વળગશે!
સામગ્રીઃ
ચીઝ બોલ માટેઃ
- 2 કપ બાફેલા બટેટાની છીણ
- 1 કપ ખમણેલું ફ્રોઝન મોઝરેલા ચીઝ
- 1 સિમલા મરચું ઝીણું સમારેલું
- 1 કાંદો ઝીણો સમારેલો
- 1 ગાજર ઝીણું સમારેલું
- 1 ટી.સ્પૂન રેડ ચિલી ફ્લેક્સ
- ½ ટી.સ્પૂન ઓરેગેનો પાવડર
- મીઠું સ્વાદ મુજબ
- ¼ ટી.સ્પૂન કાળાં મરીનો પાવડર
- 2 કળી લસણ બારીક સમારેલું
- ½ ટી.સ્પૂન લીંબુનો રસ
- ½ ટી.સ્પૂન ચાટ મસાલો
- 1 કપ બ્રેડ ક્રમ્સ
- 2 ટે.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
ચીઝ બોલ સ્ટફિંગ માટેઃ
- 1 કપ ખમણેલું ફ્રોઝન મોઝરેલા ચીઝ
- ½ ટી.સ્પૂન ઓરેગેનો પાવડર
- ¼ ટી.સ્પૂન રેડ ચિલી ફ્લેક્સ
- ¼ ટી.સ્પૂન કાળાં મરીનો પાવડર
- ¼ ટી.સ્પૂન ગરમ મસાલો (optional)
ચીઝ બોલ તળવા માટેઃ
- કૉર્ન ફ્લોર 6 ટે.સ્પૂન
- મેંદો 6 ટે.સ્પૂન
- મીઠું સ્વાદ મુજબ
- 2 કપ બ્રેડ ક્રમ્સ
રીતઃ ચીઝ બોલ માટેની બધી સામગ્રી એક બાઉલમાં મિક્સ કરી લો. એમાંથી થોડું મિશ્રણ લઈ 1½” જેટલો ગોળો લઈ એને થાપીને ચપટો કરો. હવે સ્ટફિંગ માટેની સામગ્રી ½ ટી.સ્પૂન જેટલી લઈ એમાં મૂકો અને હળવેથી ગોળો વાળી લો.
બીજા એક બાઉલમાં કૉર્ન ફ્લોર, મેંદો, મીઠું સ્વાદ મુજબ લો. પાણી ઉમેરીને પાતળું ખીરું બનાવી લો. એમાં ચીઝ બોલનો ગોળો ડુબાડો અને ત્યારબાદ બ્રેડ ક્રમ્સમાં રગદોળીને એક થાળીમાં મૂકો. આ જ રીતે બધાં ગોળા વાળી લો.
એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે એક એક કરીને ચીઝ બોલ હળવેથી કઢાઈમાં આવે એટલાં ઉમેરીને ગોલ્ડન બ્રાઉન તળી લો. ગેસની આંચ મધ્યમ રાખવી
આ ચીઝ બોલ ટોમેટો કેચ-અપ સાથે પીરસો.