કોર્ન ચાટ

બાળક સાંજે રમીને આવે અને ભૂખ લાગે તો એની જંક ફુડની ફરમાઈશ હોય જવરસાદની ઋતુમાં તો ભૂખ પણ બહુ લાગે. એટલે કોર્ન ચાટ એવો ચટપટો વિકલ્પ છે,  જે ટેસ્ટી અને હેલ્ધી પણ છે. કોઈ બાળકને કોર્ન પસંદ ના હોય એવું તો બને જ નહિં!

વરસતો વરસાદ અને ચટપટા, કોર્ન ચાટ!! બાળકો તો આ ચાટ ખાતાં જ ઝૂમી ઉઠશે!

સામગ્રીઃ

  • 1 કપ બાફેલાં અમેરિકન મકાઈના દાણા (સ્વીટ કોર્ન)
  • મીઠું સ્વાદાનુસાર
  • ચપટી હીંગ
  • ¼ ટી.સ્પૂન ચાટ મસાલો
  • 1 સિમલા મરચું ઝીણું સમારેલું
  • 1 કાંદો ઝીણો સમારેલો
  • ¼ કપ ઝીણી સમારેલી કોથમીર
  • 1 ટમેટું ઝીણું સમારેલું
  • ¼ ટી.સ્પૂન કાળા મરી પાવડર
  • 2 ટે.સ્પૂન માખણ
  • 2 ટે.સ્પૂન ટમેટો કૅચઅપ

રીતઃ એક કઢાઈ ગેસ પર ગરમ કરવા મૂકો એમાં માખણ ગરમ કરો. ચપટી હીંગ નાખીને સમારેલાં કાંદા તેમજ સિમલા મરચું નાખીને 2-3 મિનિટ માટે સાંતળો. ત્યારબાદ સમારેલું ટમેટું ઉમેરીને સાંતળો.

5 મિનિટ સાંતળ્યા બાદ મીઠું, ટમેટો કૅચઅપ, કોથમીર તેમજ મસાલા મિક્સ કરીને બાફેલાં મકાઈના દાણા ઉમેરીને મિક્સ કરો 2-3 મિનિટ બાદ ઉતારીને થોડું ઠંડું થયા બાદ પિરસો.