શું તમને ખબર છે કે ઘરમાં આ કાચબા પાળવા એ ગેરકાનુની છે?

આજકાલ શહેરોમાં વિવિઘ કુળના શ્વાન (કુતરા), બિલાડી વગેરે લોકો પાળે છે. કેટલાંક લોકો કંઈક વિષેશ કરવા કાચબા (સ્ટાર ટોર્ટટોઈઝ) પણ પાળે છે, તો વળી કેટલાંક કાચબાને ઘરમાં રાખવાને ભાગ્ય સાથે જોડીને તેમને પાળે છે. પણ શું તમને ખબર છે કે (ઈન્ડિયન સ્ટાર ટોર્ટટોઈઝ) કાચબાને પાળવા/રાખવા એ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ સજાને પાત્ર ગુનો બને છે.

કાચબા (સ્ટાર ટોર્ટટોઈઝ) ને પાલતુ તરીકે રાખવાની હોડમાં જંગલોમાં તેમની વસ્તી ખૂબજ ઝડપ થી ઘટી રહી છે. જો સૌ સાથે મળીને આ વિષયમાં જાગૃતિ લાવે તો આમાં મોટો ફેર આવી શકે છે અને (સ્ટાર ટોર્ટટોઈઝ) કાચબાની સંખ્યા દેશમાં વધી શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]