ગુજરાતમાં ફરી એક વખત ગમ્ખાવર અકસ્માત ઘટના પ્રકાશમાં આવી છે. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવ પર એકસાથે 5 વાહનો વચ્ચે અકસ્માત સર્જાઈ હતી. જેમાં બે ટ્રક અને ત્રણ કાર વચ્ચે ભયાનક ટક્કર થતાં નાસભાગ મચી ગઇ હતી. પાંચ વાહનો એકપછી એક ટકરાતા નેશનલ હાઇવે ઓથોરિટી અને ટ્રાફીક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાઇવે પર અકસ્માત સર્જાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે ક્રેઇનની મદદથી વાહનો ખસેડવાની ફરજ પડી હતી. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નથી.
સૂત્રોની માહિતી પ્રમાણે સુરત નજીકથી પસાર થતાં મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે અવાર-નવાર અકસ્માતોની ઘટનાઓ દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. આજે માંગરોળના ધામડોદ પાસે એકસાથે પાંચ વાહનો ધડકાભેર અથડાતા મોટો અકસ્માત સજાર્યો હતો. જેમાં બે ટ્રક અને ત્રણ કારનો સમાવેશ થાય છે. આ અકસ્માતના પગલે દોડધામ મચી ગયો હતી અને આસપાસમાંથી લોકોનું ટોળું દોડી આવ્યું હતું. પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જેના લીધે અનેક મુસાફરો કલાકો સુધી અટવાઇ ગયા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં નેશનલ હાઇવે ઓથોરિટી અને ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પાંચ વાહનો ધડાકાભેર અથડાતા તેમને છૂટા પાડવા માટે ક્રેઇનની મદદ લેવી પડી હતી. જોકે સદનસીબે અકસ્માત મોટો હોવા છતા પણ જાનહાનીના સમાચાર નથી મળી રહ્યા.