ઘણાં વર્ષોથી આપણા મનમાં કેટલીક વસ્તુઓ પ્રત્યે ગ્રંથી બંધાય જાય છે, જેથી આપણને કેટલીક ચીજવસ્તુ પસંદ હોય છે, જ્યારે કેટલીક નાપસંદ હોય છે. ક્યારેક એ પસંદ ફેશનના સ્વરૂપે આવે છે અને પછી એ બાબત આઉટ ઓફ ફેશન થઈ જતાં આપણી પસંદ નાપસંદમાં ફેરવાઈ જાય છે. કેટલીક વાર એ આપણને વ્યક્તિ બાબતે પણ થાય છે, જે આપણને દાયકાઓથી પ્રભાવિત કરે છે. આપણને ભારતમાં સ્વતંત્રતાનાં 70 વર્ષો પછી પણ કાળી અને ઘઉંવર્ણી ચામડી કરતાં ગોરી ચામડી પ્રત્યે લગાવ છે.
મોટા ભાગના ઈંડા ખાનારા લોકોનું માનવું છે કે યલોવર એક ઈંડા છે, એ બહુ સારાં છે. એ જર્દી નારંગી-લાલ છે તો એમાં સૌથી વધુ વિટામિન અને ઓમેગા 3 અને સૌથી ઓછું કોલેસ્ટેરોલ છે.
એ સાચું પણ હોઈ શકે છે કે જે આપણે ઈંડા ખાઈ રહ્યા છીએ એ સૂર્યના તાપમાં હરતીફરતી મરઘીમાંથી આવતા હોય. ખુલ્લાં ખેતરોમાં કુદરતી ખાતરમાંથી બનેલા ઘાસમાં કુદરતી કીડા ખાઈને એ આવતાં હોય, પણ એ સમય બહુ લાંબા વખતથી ચાલ્યો ગયો છે. તમારા દ્વારા ખવાતા ઈંડાં પોલ્ટ્રી ઉદ્યોગોમાંથી આવે છે અને મોટા ભાગનાં મરઘાં-મરઘીઓએ લીલાછમ ખેતરો કે મેદાન નહીં જોયાં હોય. એક ‘ફ્રી રેન્જ’ ઈંડાંનો સીધો અર્થ એ છે કે પિંજરા પિસાવાને બદલે મરઘીઓની ફેક્ટરીમાં ગીચ સિમેન્ટવાળી સર્ફેસ પર લાવવામાં આવે છે.
ઈંડામાંની જર્દી ત્યારે પીળી હોય, જ્યારે ચિકન કુદરતી તડકામાં હોય અને કુરતી પદાર્થો ખાય. સાગનાં પાંદડાં અને લ્યુસર્ન ઘાસ જેવા ઉચ્ચ કેરોટિનોઇડ ખાદ્ય પદાર્થ યોલક્સને એક ઘેરો નારંગી બનાવે છે. અન્યથા જર્દી પીળી સફેદ રહે છે અને ઉપભોક્તા માને છે કે એ એક ખરાબ ઈંડાં ખાઈ રહ્યો છે.
સમગ્ર વિશ્વમાં મરઘાપાલનમાં જર્દીના રંગના કેન્સરના રૂપમાં રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ કોસ્મેટિક ફૂડ ડાય્સને ફીડ પેલેટમાં રાખવામાં આવે છે. અને ઇચ્છિત પીળો રંગનો શેડ અથવા આદર્શ રંગનું પરિણામ પ્રાપ્ત કરવામાં માટે સાવધાનીપૂર્વક કેલિબ્રેટ કરવામાં આવે છે વાસ્તવમાં એગ શેડ કાર્ડ્સ (રોશ કલર ફેન) નેટ પર સ્વતંત્રરૂપે ઉપલબ્ધ છે અને મરઘાંઓને વેચવામાં આવે છે.
ફ્રી રેન્જ અને ઓર્ગેનિક પોલ્ટ્રી ડાય તમને વિશ્વાસ અપાવશે કે તેમની ડાય સિમલા મિર્ચ, મેરીગોલ્ડ અથવા પેપરિકાથી લેવામાં આવી છે. તાજા મકાઈ અને અંદરનો અર્ક જર્દીને વધુ નારંગી બનાવી શકે છે. મરચાં એને લાલ બનાવે છે. જર્દીનો રંગ આપણે માનીએ છીએ આપણને ચિકનના આરોગ્ય અને રહેવાની સ્થિતિ વિશે સૂચિત કરી શકે છે. એક ઘેરો નારંગી રંગની જર્દી આપણને જણાવે છે કે એક ચિકન ખુલ્લા ખેતરોમાં આહાર ખાઈ રહી છે, જ્યાં એ કેરોટિનોઇડયુક્ત ઘાસ કીડા, બીજ, શાકભાજી અને ફૂલ ખવડાવે છે. એટલા માટે છોડોનો કુદરતી ખોરાકથી તેમને પર્યાપ્ત વિટામિન અને કેરોટિનોઇડ મળી રહ્યું છે.
જોકે એ સાચું નથી, એમને પિગમેન્ટના રૂપે રસાયણ ખવડાવવામાં આવે છે. જર્દીનો રંગ હવે ગુણવત્તા અથવા પોષક મૂલ્ય સાથે સંબંધ નથી. પોલ્ટ્રી ફેકટરીઓમાં બધાં મરઘાંને મુખ્યત્વે સસ્તા બિનપૌષ્ટિક અનાજ ખવડાવવામાં આવે છે અને એ પીળી અથવા સફેદ જર્દી જેવી જર્દી પેદા કરે છે.
ઈંડાની જર્દીનો રંગ નિયંત્રિત કરી શકાય છે
પોલ્ટ્રી માલિકોને 60 વર્ષ પહેલાં ખબર પડી હતી કે ઈંડાની જર્દીનો રંગ નિયંત્રિત કરી શકાય છે. ખાવામાં પીળાં શાકભાજી જેવાં કે ગાજર અને અને સ્કવેશ જેવી પીળા રંગની શાકભાજી આપવાથી કેરોટિનોઇડ અને ઝેંન્થોફિલ વધી જાય છે અને જર્દીનો એક પીળો રંગ અને ખોરાકને વધુ પૌષ્ટિક બનાવે છે. મરઘાં અને ઈંડાં –બંનેને લાભ થાય છે.
જોકે કુદરતી ખાદ્ય પદાર્થ મોંઘાં ઉત્પાદનો છે, જે ઉદ્યોગ સસ્તાં ઈંડા વેચવા ઇચ્છે છે, એટલે તેઓ રાસાયણિક રંગોનો ઉપયોગ કરે છે. આ બે ઉદ્દેશ છે, તેઓ બીમાર, કુપોષિત ચિકન બનાવે છે, જે મુથ્યત્વે અનાજના બિનઆરોગ્યપ્રદ આહાર લાવવામાં આવે છે, જેથી એનાથી જલદી ફેટ શેકી શકે. ઈંડામાંની જર્દી વધુ નારંગી દેખાય. લોકો ક્યારેક-ક્યારેક પીળા (ઈંડા) શરીરને ખરીદવાનો ઇનકાર કરી દે છે, જેથી તેઓ યોલક્સનો રંગ આપે છે.
ભારત આ રંગોમાં ટોચનું વેચાણકર્તા
નેટ પર આ રંગોના હજારો વિક્રેતાઓ છે. કેટલાક પાઉડર અને તરલ –બંને રૂપોમાં મેરીગોલ્ડ એક્સટ્રેક્ટ વેચે છે. ભારત આ રંગોમાં ટોચનું વેચાણકર્તા છે. મોટા ભાગે સિન્થેટિક ક્રોટિનોઇડ રંજક ચીનમાં નિર્મિત થાય છે. વૈજ્ઞાનિકોની પાસે એક જર્દીનાં પાંખોમાં 16 જર્દી રંગ છે, જે હલકા પીળાથી તીવ્ર નારંગી સુધી જાય છે અને ઉપભોક્તા પરંપરાઓને આધારે વિવિધ દેશોમાં વેચવામાં આવે છે.
હાલમાં કરવામાં આવેલા અભ્યાસ ‘ઇફેક્ટ ઓફ પિગમેન્ટ્સ વિથ ડિફરન્ટ્સ ઓરિજિન ઓન પિગમેન્ટ્સ અને પર્ફોર્મન્સ ઓફ બ્રોઇલર્સ’માં તારિક ટુનિયોસ શુમિંગ યાંગ એટ અલ, એગ્રો પ્રોડક્ટસ ક્વોલિટી એન્ડ સેફ્ટી પરની રાજ્યની મહત્ત્વની લેબોરેટરી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્વોલિટી સ્ટાન્ડર્ડ એન્ડ ટેસ્ટિંગ ટેક્નોલોજી ફોર એગ્રો પ્રોડક્ટસ, ચાઇનીઝ એકેડેમી ઓફ એગ્રિકલ્ચરલ સાયન્સિસ, બીજિંગ ચાઇના અને ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચરલ સાયન્સિસ, ફેકલ્ટી ઓફ સાયન્સિસ, અલામા ઇકબાલ ઓપન યુનિવર્સિટી, ઇસ્લામાબાદ, પાકિસ્તાની સાયન્ટિસ્ટે શોધી કાઢ્યું હતું કે પોલ્ટ્રી ડાય ખરીદી રહી છે, જે લ્યુટિન અને સિન્થેટિક કેન્થેક્સિન અને નારંગી-IIનું એક સંયોજન છે.
કેટલાય દેશો હવે ખાદ્ય ઉત્પાદનોમાં એઝો-ડાયના ઉપયોગને નિયંત્રિત કરે છે અને ભોજનમાં આ રંગોનો ઉપયોગ કરવાની મનાઈ છે.
જોકે ભારતમાં એનો ઉપયોગ ડાઇંગ ઇન્ડસ્ટ્રીમાં સ્વતંત્રરૂપે કરવામાં આવે છે. ઓરેન્જ IIનો ઉપયોગ શાહી, કાગળ, પેઇન્ટ કોટિંગ્સ અને પ્લાસ્ટિકમાં કરવામાં આવે છે. રસાયણ સસ્તું અને સ્વતંત્રપણે ઉપલબ્ધ છે અને ઈંડાં અને ચિકનનો ઘેરો પીળો-નારંગી બનાવે છે. એનો ઉપયોગ પૂરા એશિયા ખંડ અને ચીનમાં બિનજવાબદાર પોલ્ટ્રી ઉત્પાદકો દ્વારા કરવામાં આવે છે.
અભ્યાસમાં માલૂમ પડ્યું છે કે કુદરતી લ્યુટિનનો રંગ પર સૌથી સારો પ્રભાવ પડે છે, પણ એ મોંઘો છે. જ્યારે લ્યુટેનનો મરઘાં પર કોઈ પ્રતિકૂળ પ્રભાવ નહોતો. ઓરેન્જ-II મરઘાંમાં સ્તનની ગંભીર માંસપેશીઓમાં ફાઇબ્રોસિસનું કારણ બને છે. આટલું જ નહીં,પક્ષીઓ માટે એ બહુ ખતરનાક છે. એ તેમના માંસને બહુ ચવ્વડ અને ખાવા માટે અખાદ્ય બનાવી દે છે. કેન્થાઝેન્થિન જે બીજો વિકલ્પ છે-મરઘાંઓમાં ફાઇબ્રોસિસ પણ હોય છે, પણ સીમિત મર્યાદા સુધી. અભ્યાસે ભલામણ કરી હતી કે સત્તાવાર રીતે સિન્થેટિક પિગમેન્ટના ઉપયોગને રોકવા માટે તપાસ કરવામાં આવવી જોઈએ.
તો શું આ કલરિંગ એજન્ટ તમારા માટે શું કરે છે? આ પોલ્ટ્રી માલિકોએ પોતાનાં મરઘાંને ખરાબ અને હલકી ગુણવત્તાવાળું ભોજન ખવડાવવાની મંજૂરી આપી છે. એમને કુપોષણની સ્થિતિમાં રાખે છે અને એમને કૃત્રિમ અને મોટા ભાગે જીવિત રાખવા માટે રસાયણોની સાથે પમ્પ કરે છે અને એમને રંગ કરીને ત્વચા અને ઈંડાં સ્વસ્થ બનાવે છે. જો તેઓ ખુલ્લાં ખેતરોમાં મરઘાં ચરે તો કેટલાંય પોષક તત્ત્વો મળી જાય છે. પેન સ્ટેટ યુનિવર્સિટીમાં કરવામાં આવેલા એક અભ્યામાં માલૂમ પડ્યું હતું કે જે મરઘાંને બહાર રાખવામાં આવે છે અને એમને જે કુદરતી ખાદ્ય પદાર્થ આપવામાં આવે છે, એમાં ફેક્ટરીવાળાં ઈંડાની તુલનામાં વિટામિન R, ઓમેગા 3, ફેટી એસિડ અને 38 ટકા વધુ વિટામિન Aની માત્રા હતી, ઓછું કોલેસ્ટરોલ અને ઓછું ફેટ હતું. મરઘાંઓને ભૂલી જાઓ, જ્યારે ઘેરા પીળાં રંગની જર્દી ખાઓ છો તો તમે કેન્સરને માર્ગે જઈ રહ્યા છો.
(મેનકા ગાંધી)
(ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી મેનકા સંજય ગાંધી એમના પ્રાણી, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને લગાવ માટે જાણીતા છે. આ ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમના લખાણો હવેથી ચિત્રલેખા.કોમ માં વાંચો દર બુધવારે…)