નવી દિલ્હીઃ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં FMCG પ્રોડક્ટ્સનો વપરાશનું મૂલ્યની દ્રષ્ટિએ શહેરી વિસ્તારો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં બમણું વધ્યું છે. સપ્ટેમ્બર FMCGમાં આ સેક્ટરનો મૂલ્ય આધારિત ગ્રોથ 5.7 ટકા રહ્યો હતો અને 4.1 ટકા વોલ્યુમ ગ્રોથ જોવા મળ્યો હતો. આ વધારો સતત ત્રીજા ત્રિમાસિકમાં શહેરી બજારોની તુલનામાં ગ્રામીણ માગમાં વધારો થયો હતો. કંપનીઓએ ભાવમાં સરેરાશ 1.5 ટકાનો વધારો કર્યો હતો.
જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં શહેરી વિસ્તારોમાં FMCG પ્રોડક્ટ્સનો વપરાશ 2.8 ટકા રહ્યો હતો, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં વપરાશ 6 ટકા વધ્યો હતો. શહેરી વિસ્તારોની સરખામણીમાં ગ્રામીણ ક્ષેત્રે વપરાશ બમણો વધ્યો હતો. ગ્રામીણ વિસ્તારમાં જૂન ત્રિમાસિકમાં 5.2 ટકા ગ્રોથ જોવા મળ્યો હતો. આમ ત્રિમાસિક ધોરણે પણ તેમાં વધારો નોંધાયો હતો.
આ ઉદ્યોગ જાણકારોના જણાવ્યા અનુસાર શહેરી વિસ્તારોમાં FMCGનું 62-65 ટકા વેચાણ થાય છે અને બાકીનું ગ્રામીણ વિસ્તારોમાં થાય છે. તેમાં પણ ફૂડ પ્રોડક્ટ્સનું વેચાણ વધારે થાય છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ફૂડ પ્રોડક્ટ્સનો વપરાશ 3.4 ટકા વધ્યો હતો, જે જૂન ત્રિમાસિકમાં 2.1 ટકા હતો, એમ ડેટા એનલિટિક્સ કંપની NIQનો તાજો રિપોર્ટ કહે છે.