નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલાં રાજકારણ શરૂ થયું છે. કોંગ્રેસે ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં 70 લાખ લોકો એકત્ર થવાના સરકારના દાવા પર તીખો હુમલો કર્યો છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ સવાલ કરતાં કહ્યું છે કે શું ટ્રમ્પ ભગવાન રામ છે કે તેમના સ્વાગતમાં 70 લાખ લોકો આવે?
અત્રે એ ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ખુદે ભારત પ્રવાસનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કહ્યું છે કે અમદાવાદ એરપોર્ટથી માંડીને મોટેરા સ્ટેડિયમ સુધી 70 લાખ લોકો તેમનું ભવ્ય સ્વાગત કરશે.ટ્રમ્પ શું ભગવાન રામ છે?: અધીર
લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીરે પૂછ્યું હતું કે ટ્રમ્પના સ્વાગતમાં આટલા બધા ભારતીયોને કેમ એકત્ર કરવા જોઈએ? તેમણે સવાલ કર્યો હતો કે ટ્રમ્પ શું ભગવાન રામ છે? તેઓ માત્ર અમેરિકાના રાષ્ટ્રપતિ છે. પછી તેમને માટે 70 લાખ લોકોને ઊભા કરવાની શી જરૂર? અમને દેશવાસીઓને તેમની પૂજા માટે ઊભા નહીં રાખવાની શું જરૂર?
અધીર રંજને કહ્યું હતું કે ટ્રમ્પ પોતાના લાભ માટે ભારત આવી રહ્યા છે. તેમના ભારત પ્રવાસ દરમ્યાન થનારા વેપાર સોદા નહીં કરવાના નિવેદન પર પણ તેમણે હુમલો કર્યો હતો. અધીરે કહ્યું હતું કે ટ્રમ્પ આવી રહ્યા છે, પણ વેપાર સોદો નથી કરવા ઇચ્છતા તેઓ અમેરિકી ઉદ્યોગોને માટે સુરક્ષિત નીતિ અપનાવવા માગે છે અનમ તેઓ અમેરિકા બજારમાં આપણને પ્રવેશવા નથી દેતા. તેઓ એલાન કરી રહ્યા છે કે ભારત વિકસિત થઈ ગયું છે. જોકે તેમણે ટ્રમ્પના દાવાની પોલ ખોલતાં કહ્યું હતું કે હિન્દુસ્તાનમાં પ્રતિ વ્યક્તિની આવક 2000 ડોલર છે, જ્યારે અમેરિકામાં એ 60,000 ડોલર છે. ટ્રમ્પની અમેરિકી ફર્સ્ટની નીતિ છે. તેઓ પોતાનો વેપાર-ધંધા વધારવા આવે છે.