શહેરના પૂર્વ વિસ્તારના હાથીજણ સર્કલથી મહેમદાવાદ તરફ જતા માર્ગ પર ઠેરઠેર ફટાકડાનું વેચાણ કરતા વિશાળ
આવા જુદા જુદા બેનર્સ સાથે અસંખ્ય લોકો દિવાળીના પર્વ માં રોજગારી આપી રહ્યા છે. આ સાથે સ્થાનિક લોકો રોજગાર મેળવી રહ્યા છે.
દિવાળી નિમિત્તે વાંચ ગામ નજીક જ વિશાળ મંડપમાં ફટાકડાનો વેપાર કરતા રાજ પટેલ ચિત્રલેખા.કોમને કહે છે અમદાવાદ શહેરની નજીકના અમારા વાંચ ગામની ખુલ્લી જગ્યામાં પહેલાં ફટાકડા બનાવવાનો ઉદ્યોગ ચાલતો. પણ બહારના મેન્યુફેક્ચરિંગ કરતાં લોકોનું પ્રભુત્વ હતું. છેલ્લા પંદર વર્ષથી ગામના લોકોનું ફટાકડા બનાવવાના અને વેચવાના ધંધામાં પ્રભુત્વ વધ્યું છે. ફટાકડાના આ ઉદ્યોગને કારણે ઘણાં સ્થાનિક પરિવારોને રોજગારી મળી રહી છે. કેટલાક લોકો વાંચને અમદાવાદનું શીવાકાશી પણ કહે છે.
અમદાવાદની આસપાસ ઘણા વિસ્તારમાં ફટાકડા તૈયાર થાય છે.હવે લોકો ગ્રીન ફટાકડા બનાવવાનો અને વાપરવાનો આગ્રહ રાખી રહ્યા છે.ગ્રીન ફટાકડાથી હવાનું પ્રદુષણ અને ધ્વનિ પ્રદુષણ અટકાવી શકાય છે.વાંચ ગામ ગ્રીન ફટાકડા બનાવવામાં અગ્રેસર છે.
અમદાવાદ શહેરના આ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અસંખ્ય મંડપ ફટાકડાનું વેચાણ કરી રહ્યા છે.પરંતુ વાંચ ગામની આસપાસના માર્ગો પર ફટાકડાનું રીટેલ અને હોલસેલ બજાર લાગ્યું છે. એમાં પણ આકર્ષક અવનવી વેરાયટી જોવા મળે છે. ફટાકડાની વિશાળ શ્રેણીમાં વાતાવરણ વધારે દુષિતના થાય એવી ચીજવસ્તુઓ પણ બનાવીને સ્થાનિક લોકો વેચી રહ્યા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)