દેશભરમાં ગલીઓ, મહોલ્લા, મંદિરો અને ઘાટો પર રંગ-ગુલાલથી રેગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. હોળીના શાનદાર ફોટાઓ અને વિડિયો સામે આવી રહ્યા છે.
અમદાવાદમાં ધુળેટીના પર્વ પર અનેક લોકો ઉમંગના રંગો સાથે રંગાયા હતા. એમાં શહેરની મોટી ક્લબ અને ફાર્મહાઉસમાં પણ રેઇન ડાન્સ અને મ્યુઝિકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
દેશના અલગ-અલગ ભાગમાં ખૂબ ઉત્સાહ ઉમંગથી ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી.
શહેરના સોસાયટીઓના કોમન પ્લોટમાં, શેરી, મહોલ્લા , પોળો , પાર્ટી પ્લોટ અને ક્લબોમાં ધુળેટી પર્વની રંગ ભરી ઉજવણી થઈ હતી. મ્યુઝિક, ડીજે, ઢોલ-નગારાના તાલે લોકો નાચ્યા, ઝૂમી ઊઠ્યા. શહેરના માર્ગો પરથી પસાર થતાં વાહનોમાં પણ લોકો કલરવાળા થઈને જતા જોવા મળ્યા.
અમદાવાદ શહેરના કાલુપુર સ્વામિનારાયણ મંદિર જે સૌથી જૂનું છે. એના પ્રસાદી ચોકમાં ‘ફૂલદોલોત્સવ’ ઊજવવામાં આવ્યો હતો.
ફાગણ વદ એકમ શ્રી નરનારાયણદેવ જયંતી નિમિત્તે ઉજવવામાં આવેલા મંદિરના પ્રાંગણના ઉત્સવમાં લાલજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.
કાલુપુર મંદિરના પ્રાંગણમાં હજારો હરિભક્તો, શહેરીજનો અને વિદેશી મુલાકાતીઓની હાજરીમાં રંગબેરંગી પાણી, ગુલાલ સાથે સૌએ ‘ફૂલદોલોત્સવ’ની મજા માણી હતી.
(પ્રજ્ઞેશ વ્યાસ)